Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkumar Jat Case : રાજકુમાર જાટના પિતાએ ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા, અરજીમાં કરી આ માગ

પોલીસ પૂર્વ MLA અને તેના પુત્રને બચાવતી હોવાનો પણ અરજીમાં આક્ષેપ કરાયો છે.
rajkumar jat case   રાજકુમાર જાટના પિતાએ ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા  અરજીમાં કરી આ માગ
Advertisement
  1. ગોંડલમાં રાજકુમાર જાટના મોતને લઈને મોટા સમાચાર (Rajkumar Jat Case)
  2. મૃતક રાજકુમાર જાટના પિતાની ગુજરાત હાઈકોર્ટમાં અરજી
  3. સમગ્ર કેસની તપાસ CBI ને સોંપવાની અરજીમાં માગ કરી
  4. પોલીસ પૂર્વ MLA અને તેમના પુત્રને બચાવતી હોવાનો અરજીમાં ઉલ્લેખ

Rajkumar Jat Case : રાજકોટ જિલ્લાનાં ગોંડલમાં (Gondal) પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટનાં મોત મામલે મોટા સમાચાર આવ્યા છે. મૃતક રાજકુમાર જાટના પિતાએ હવે હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. મૃતક રાજકુમાર જાટનાં પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) અરજી કરી છે. આ અરજીમાં સમગ્ર કેસની તપાસ CBI ને સોંપવામાં આવે તેવી માગ કરાઈ છે. પોલીસ પૂર્વ MLA અને તેના પુત્રને બચાવતી હોવાનો પણ અરજીમાં આક્ષેપ કરાયો છે.

આ પણ વાંચો - Terrible Accident: થરાદના દેવપુરા ગામે નર્મદા કેનાલમાં કાર ખાબકી, 4નાં કરુણ મોત

Advertisement

અરજીમાં કેસની તપાસ CBI ને સોંપવામાં આવે તેવી માગ

ગોંડલમાં પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટનાં મોત (Rajkumar Jat Case) મામલે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે, મૃતક યુવકનાં પિતાએ હવે ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખખડાવ્યા છે. માહિતી અનુસાર, મૃતક રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં કેસની તપાસ CBI ને સોંપવામાં આવે તેવી માગ કરાઈ છે. સાથે જ તપાસમાં પોલીસ સ્થાનિક ધારાસભ્ય અને તેમના દીકરાને બચાવતી હોવાનો આક્ષેપ પણ અરજીમાં કરાયો છે. રાજકુમાર જાટનાં પિતાએ કરેલી અરજીમાં રજૂઆત કરી કે પોલીસે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના (Jayrajsinh Jadeja) ઘરનાં માત્ર 4.30 મિનિટનાં CCTV જ જાહેર કર્યા છે.

Advertisement

આ પણ વાંચો - Dakor : હોટ ડોગમાંથી કીડીઓ નીકળી! ગ્રાહકે ફરિયાદ કરી તો દુકાન માલિકે કહ્યું- આ તો...

તપાસનીસ અધિકારીની તપાસ સામે પણ સવાલ

હાઈકોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું કે, અરજદાર દ્વારા અગાઉ સમગ્ર ઘટનાનાં સંપૂર્ણ CCTV ફૂટેજ જાહેર કરવાની માગ પણ કરાઇ હતી છતાં, હજું સુધી જાહેર કરાયા નથી. અરજીમાં તપાસનીસ અધિકારીની તપાસ સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. માહિતી અનુસાર, આ મામલે હવે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) 4 એપ્રિલનાં રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

આ પણ વાંચો - Ahmedabad : આનંદ નિકેતન સ્કૂલ બસનાં અકસ્માત અંગે Gujarat First એ સંચાલકોનો સંપર્ક કર્યો પરંતુ...

Tags :
Advertisement

.

×