Rajkumar Jat Case : ગણેશ ગોંડલ સમર્થકો સાથે સુરેન્દ્રનગર જિ. પો. વડાની કચેરી પહોંચ્યા, જાણો કારણ!
- ગોંડલનાં ચકચારી રાજકુમાર જાટ કેસમાં તપાસનો ધમધમાટ (Rajkumar Jat Case)
- સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરી પહોંચ્યા ગણેશ જાડેજા
- સુરેન્દ્રનગરનાં એસપી પ્રેમસુખ ડેલુને કેસની તપાસ સોંપાઈ
- ગણેશ ગોંડલને પૂછપરછ માટે બોલાવાયા હોવાની શક્યતા
- ગણેશ ગોંડલ પોતાના સમર્થકો સાથે સુરેન્દ્રનગર એસપી કચેરી પહોંચ્યા
Rajkumar Jat Case : રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) સુરેન્દ્રનગર જિલ્લા વડાની કચેરી ખાતે પહોંચ્યા હતા. રાજકુમાર જાટ કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને (Premsukh Delu) સોંપવામાં આવી હોવાથી પૂછપરછ માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ગણેશ ગોંડલને બોલાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે.
આ પણ વાંચો - Chhotaudepur : આઉટસોર્સ આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ સામે રૂ. 1.41 કરોડની ઉચાપતનો આરોપ!
Surendranagar | સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરી પહોંચ્યા ગણેશ જાડેજા | Gujarat First
ગોંડલના ચકચારી રાજકુમાર જાટ કેસમાં તપાસનો ધમધમાટ
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરી પહોંચ્યા ગણેશ જાડેજા
સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને સોંપાઈ છે કેસની તપાસ
ગણેશ ગોંડલને પૂછપરછ… pic.twitter.com/i2PTScLDDq— Gujarat First (@GujaratFirst) November 22, 2025
Rajkumar Jat Case માં ગણેશ જાડેજા સુરેન્દ્રનગર જિ.પો. વડા કચેરી પહોંચ્યા
રાજકોટ જિલ્લાના ગોંડલમાં (Gondal) પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટના મોત (Rajkumar Jat Case) મામલે પીડિતા પરિવાર હાલ પણ ન્યાય માટે ઝંખી રહ્યો છે. મૃતક રાજકુમારના પિતાએ આ કેસમાં CBI તપાસ થાય તે માટે અગાઉ કોર્ટમાં અરજી કરી હતી. ત્યારે હવે આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બહુચર્ચિત કેસની તપાસ હવે સુરેન્દ્રનગરનાં (Surendranagar) એસપી પ્રેમસુખ ડેલુને સોંપવામાં આવી છે. દરમિયાન આજે ગણેશ જાડેજા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યા હતા.
આ પણ વાંચો - Gujarat Police : IPS નિતેશ પાંડેની 'DGP કોમોડેશન ડિસ્ક 2024' માટે પસંદગી
સુરેન્દ્રનગરનાં એસપી પ્રેમસુખ ડેલુને સોંપાઈ કેસની તપાસ
માહિતી મુજબ, આ કેસમાં તપાસ હેઠળ પૂછપરછ માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ગણેશ ગોંડલને (Ganesh Gondal) પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હોવાની શક્યતાઓ છે. ગણેશ ગોંડલ પોતાના સમર્થકો સાથે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચ્યા હતા. તપાસ અને પૂછપરછ મામલે આગામી સમયમાં વધુ વિગતો બહાર આવે અને મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
આ પણ વાંચો - Kheda: ડાકોરમાં 40 વિદ્યાર્થિનીને બસ ના મૂકાતા હાલાકી, ડેપોમાં કર્યો હોબાળો


