Home » Rajkot : નિવૃત્ત શિક્ષિકાએ ઇચ્છા મૃત્યુની માગ કરી, કહી આ વાત
Rajkot : નિવૃત્ત શિક્ષિકાએ ઇચ્છા મૃત્યુની માગ કરી, કહી આ વાત
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
241
રાજકોટમાં નિવૃત શિક્ષિકાની ઈચ્છા મૃત્યુની માગ
સગાઓએ મિલકત પડાવી લેતા કરી ઈચ્છા મૃત્યુની માગ
કરોડોના પ્લોટ, પૈસા સહિતની મિલકત પડાવી લીધી
જમાઈ,ભત્રીજા,ભાણેજે પડાવી લીધી મિલકત
મિલકત પડાવનારાઓ સામે નોંધાવી ફરિયાદ
નિવૃત્ત શિક્ષિકાના પતિ ઈન્કમટેકસ વિભાગમાં કામ કરતા હતા
રાજકોટ ( Rajkot)માં નિવૃત્ત શિક્ષિકાએ ઇચ્છા મૃત્યુની માગ કરી છે. શિક્ષિકાના સગાઓએ તેની તમામ મિલકત પડાવી લેતાં તેની હાલત ખરાબ થઇ ગઇ છે અને તેણે પોતાની મિલકત પરત નહીં મળે તો ઇચ્છા મૃત્યું આપવામાં આવે તેવી માગ કરી છે.
રાજકોટની નિવૃત્ત શિક્ષિકાએ ઇચ્છા મૃત્યુની માગ કરી
રાજકોટ ( Rajkot)માં કળિયુગનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. રાજકોટ ( Rajkot)ની નિવૃત્ત શિક્ષિકાએ ઇચ્છા મૃત્યુની માગ કરી છે. તેણે આરોપ લગાવ્યો છ કે તેના જ નજીકના સગાઓએ તેની તમામ મિલકત પડાવી લીધી છે. નિવૃત્ત શિક્ષિકા સરીતાબેનના પતિ ઇન્કમટેક્સ વિભાગમાં કાર્ય કરતા હતા.
સગાઓએ કરોડોના પ્લોટ, પૈસા સહિતની સ્થાવર જંગમ મિલકત પડાવી લીધી
સરીતાબેને આરોપ લગાવ્યો છે કે તેના સગાઓએ કરોડોના પ્લોટ, પૈસા સહિતની સ્થાવર જંગમ મિલકત તેમના નાના જમાઇ, ભત્રીજા અને ભાણેજ દ્વારા પડાવી લીધા છે. મિલકત પડાવી લેવાતા સરિતાબેનની હાલત કફોડી બની ગઇ છે. તેમણે પોતાની મિલકત પરત નહીં મળે તો ઇચ્છા મૃત્યુંની માગ કરી છે. તેમણે પોતાની મિલકત પડાવી લેનારાઓ સામે ફરિયાદ કરી છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject