રાજકોટ અને ખેડામાં આરોગ્ય વિભાગની તવાઈ! જાણીતી હોસ્પિટલો PMJAY માંથી સસ્પેન્ડ
- અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ આરોગ્ય વિભાગની તવાઈ (PMJAY)
- રાજકોટ અને ખેડામાં 1-1 હોસ્પિટલને પીએમજેએવાય માંથી સસ્પેન્ડ કરાઈ
- રાજકોટની ઓલમ્પસ હોસ્પિટલને પીએમજેએવાય માંથી સસ્પેન્ડ
- ખેડાની વેદ હોસ્પિટલને PMJAY માંથી સસ્પેન્ડ કરાઈ
અમદાવાદનાં (Ahmedabad) બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ (Khyati Hospital Scam) બાદ સરકારનાં આરોગ્ય વિભાગે ખોટી રીતે PMJAY નો લાભ લેનારી હોસ્પિટલ સામે તવાઈ બોલાવી છે. રાજકોટમાં (Rajkot) વધુ એક હોસ્પિટલને PMJAY માંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. ત્યારે ખેડા જિલ્લામાં (Kheda) પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હોસ્પિટલની તપાસ કરી અનેક ક્ષતિઓ સામે આવતા PMJAY માંથી સસ્પેન્ડ કરાઈ છે.
આ પણ વાંચો - RajKot : PMJAY માંથી વધુ 15 હોસ્પિટલ સસ્પેન્ડ, તપાસમાં મોટો ખુલાસો થતાં કાર્યવાહી!
રાજકોટની ઓલમ્પસ હોસ્પિટલને PMJAY માંથી સસ્પેન્ડ
પ્રાપ્ત માહિતી અનુસાર, ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગ (Health Department) એક્શનમાં આવ્યું છે. વિભાગની ટીમ દ્વારા વિદ્યાનગર રોડ પર આવેલી ઓલમ્પસ હોસ્પિટલમાં તપાસ હાથ ધરાઈ હતી. દરમિયાન, ઓલમ્પસ હોસ્પિટલમાં (Olympus Hospital) કલેઇમની રકમમાં ચેડા કરાતા હોવાનું જણાયું હતું. સાથે જ અન્ય કેટલીક ક્ષતિઓ પણ સામે આવી હતી. હોસ્પિટલમાં ગેરરીતિને પગલે આરોગ્ય વિભાગે ઓલમ્પસ હોસ્પિટલને PMJAY માંથી સસ્પેન્ડ કરી છે. નોંધનીય છે કે, અગાઉ ક્લેમમાં ચેડા, સાધન સામગ્રીનો અભાવ સહિતનાં કારણો હેઠળ રાજ્યની 15 જેટલી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - BZ Group Scam : આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાના મળતિયાઓનો વધુ એક પેંતરો!
પતરાનાં શેડ નીચે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું સંચાલન!
બીજી તરફ ખેડામાં (Kheda) પણ આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. માહિતી અનુસાર, ખેડામાં આવેલી વેદ હોસ્પિટલમાં (Ved Hospital) આરોગ્ય વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન, જાણ થઈ કે પતરાનાં શેડ નીચે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત, ગેરરીતિ અને અનેક બેદરકારીઓ પણ હોસ્પિટલમાં જોવા મળી હતી. જે હેઠળ વેદ હોસ્પિટલને PMJAY માંથી સસ્પેન્ડ કરાઈ છે. આ પહેલા ખેડા જિલ્લામાંથી મહેમદાવાદ, મહુધા, ખેડા, વસો, ડાકોરમાં પણ આરોગ્ય વિભાગે કાર્યવાહી કરીને 15 હોસ્પિટલને PMJAY માંથી સસ્પેન્ડ કરી હતી.
આ પણ વાંચો - Dwarka : નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પહેલા જ BJP માં જશ્ન! 8 બેઠકો બિનહરીફ જીતી


