અહેવાલઃ આનંદ પટણી,સુરત
સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ત્રિકમ નગરમાં થોડા સમય પહેલા એક બંધ મકાનમાં એક લાખથી વધુના દાગીનાની ચોરી થઈ હતી..જે મામલે વરાછા પોલીસે તપાસ કરી હતી.જેમાં બાતમીના આધારે પોલીસે ચોર ને ઝડપી પાડી તમામ મુદામાલ રિકવર કર્યો હતો.
સુરતમાં ચોરીની ઘટના અવાર નવાર બની રહી છે..સુરતના ત્રિકમ નગર માં આવેલા ચંદ્રકોલોનીમા એક મકાન બંધ હતું..જેમાં એક ઈસમ દ્વારા તાળું ખોલી ઘરની અંદર પ્રવેશી ઘરની અંદર રહેલા રોકડ દાગીના ની ચોરી કરી હતી..જે મામલે મકાન માલિકે વરાછા પોલીસ સ્ટેશન માં જાણ કરી હતી. ફરિયાદ ના આધારે પોલીસે ચોર ને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. તે દરમ્યાન પોલીસ ને બાતમી મળી હતી કે ચંદ્ર કોલોનીમાંથી ચોરી કરેલો મુદ્દામાલ એક ઈસમ જગદીશ નગર ખાતે વેચવા માટે આવેલો છે. જે બાતમી ના આધારે વરાછા પોલીસ મથક ના સર્વેલન્સ સ્ટાફ ના જગદીશ ભાઈ ગેલા ભાઈ તેમજ મહેશ ભાઈ ઘુઘા ભાઈ બને જગદીશ નગર માં પહોંચ્યા હતા..ત્યાં તપાસ કરતા એક નેપાળી યુવક મુદામાલ સાથે મળી આવ્યો હતો
જેની પૂછપરછ કરતા તેનું નામ સાગર યોગેન્દ્ર બિંકે હોવાનું સામે આવ્યું હતું .અને તેમણે ત્રિકમ નગર ના ચંદ્રકોલોની માં ચોરી ને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું હતું…આ ઇસમે હાલમાં જ લગ્ન કર્યા હતા અને પરિવાર નું ગુજરાન ચલાવવા માટે આ યુવક ચોરી ના રવાડે ચડ્યો હોવાનું જણાવ્યું હતું ..આ ઈસમ પોતાની પાસે રાખેલી અલગ અલગ ચાવી બંધ મકાન મા લાગેલા તાળા મા લગાવતો હતો અને ત્રિકમ નગર માં આવેલ ચંદ્ર કોલોનીના મકાનમાં લગાવવામાં આવેલા તાળા માં ચાવી લાગી ગઈ હતું જેથી ઘર ની અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલા સોના ચાંદી ના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 1 લાખ થી વધુ ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો..જેથી પોલીસે ચોર પાસેથી ચોરી નો તમામ મુદામાલ રિકવર કરી આરોપો સાગર બિંકે ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..