અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
ગોંડલ તાલુકાનાં ખાંડાધાર નજીક માટીનો પાળો ચડી રહેલું થ્રેશર મશીન પલટી ખાઇ જતા થ્રેશર મશીનમાં બેઠેલા મજુરો નીચે પટકાતા નિતેશ નામના સાત વર્ષ ના બાળકનું દબાઇ જવાથી મોત નિપજ્યુ હતુ.જ્યારે પુષ્પાબેન શકુલભાઇ ભાંભોર ઉ.૨૦ ઇજાગ્રસ્ત થયા હતા. મૃતક બાળકના મૃતદેહ ને પી.એમ માટે તેમજ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.
મગફળીનું થ્રેશર મશીન બપોર ના બાર કલાકે ભરતભાઇની વાડીએ જઈ રહયુ હતુ.ત્યારે માટીના પારા પરથી પસાર થતી વેળા પલટી મારી જતા અક્સ્માત સર્જાયો હતો.
મૃતક નિતેશના પિતા સુરેશભાઈ પિયુષભાઇ કાછડીયા ની વાડીએ રહી ખેત મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સુરેશભાઈને સંતાન માં બે પુત્ર તથા બે પુત્રીઓ છે. પુત્રનું આકસ્મિક મોત નિપજતા પરિવાર પર આભ તુટી પડ્યું હતું. સમગ્ર બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.