Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અભિનેતા Mithun Chakraborty ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

Mithun Chakraborty: બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તી વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, 73 વર્ષીય અભિનેતાને છાતીમાં દુખાવો થયો છે, જેના કારણે તેમને હોસ્પિટલના ઈમરજન્સી યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે. મિથુન (Mithun Chakraborty) ની સારવાર ચાલી રહી છે, જોકે...
અભિનેતા mithun chakraborty ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
Advertisement

Mithun Chakraborty: બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તી વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, 73 વર્ષીય અભિનેતાને છાતીમાં દુખાવો થયો છે, જેના કારણે તેમને હોસ્પિટલના ઈમરજન્સી યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે. મિથુન (Mithun Chakraborty) ની સારવાર ચાલી રહી છે, જોકે હજુ સુધી આ મામલે વધુ માહિતી સામે આવી નથી. દરેક જણ અભિનેતાના સ્વાસ્થ્ય અપડેટની રાહ જોઈ રહ્યા છે. મિથુનના ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

અભિનેતાના પરિવાર તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી

અત્યાર સુધી અભિનેતા (Mithun Chakraborty) ના પરિવાર તરફથી આ મામલે કોઈ નિવેદન સામે આવ્યું નથી. મિથુન વિશે તેના નજીકના વ્યક્તિનું કહેવું છે કે અભિનેતા અસ્વસ્થતા અનુભવી રહ્યો હતો અને ત્યારબાદ અભિનેતાને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ અંગે હોસ્પિટલ તરફથી હજુ સુધી કોઈ નિવેદન બહાર આવ્યું નથી. આવી સ્થિતિમાં હવે દરેક વ્યક્તિ ચિંતિત છે અને અભિનેતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Advertisement

પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા

અભિનેતા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ને પણ તાજેતરમાં પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અંગે પ્રતિક્રિયા આપતા અભિનેતાએ બંગાળીમાં કહ્યું કે હું આ સન્માન મેળવીને ખૂબ જ ખુશ અને ગર્વ અનુભવું છું. હું દરેકનો આભાર માનવા માંગુ છું. અભિનેતાએ વધુમાં કહ્યું કે મેં ક્યારેય કોઈની પાસેથી મારા માટે કોઈ માંગ નથી કરી, આજે મને લાગે છે કે મને માંગ્યા વગર કંઈક મળી રહ્યું છે. આ ખૂબ જ અલગ અને અનન્ય છે.

Advertisement

સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો

આ પહેલા પણ મિથુનને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ગયા વર્ષે પણ અભિનેતાને કિડની સ્ટોનની સમસ્યા સાથે સંઘર્ષ કરવો પડ્યો હતો. આ વિશે વાત કરતા અભિનેતાના પુત્ર નમાશીએ કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી અને અભિનેતા ઠીક છે. ઉપરાંત, કિડની સ્ટોર્સ લેસર સર્જરી દ્વારા સરળતાથી મટાડી શકાય છે.

આ પણ વાંચો - ED : આર્યન ખાનની ધરપકડ કરનારા સમીર વાનખેડેની મુશ્કેલીઓ વધી!

Tags :
Advertisement

.

×