Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Akshay Kumar નહીં જાય અનંત-રાધિકાના લગ્નમાં....!

Akshay Kumar : બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar ) અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં નહી જાય તેવા સમાચાર આવી રહ્યા છે. અક્ષય કુમારને પોતાની નવી આવનારી ફિલ્મ 'સરફિરા'ના પ્રમોશન દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હતો. અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ...
akshay kumar નહીં જાય અનંત રાધિકાના લગ્નમાં
Advertisement

Akshay Kumar : બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર (Akshay Kumar ) અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં નહી જાય તેવા સમાચાર આવી રહ્યા છે. અક્ષય કુમારને પોતાની નવી આવનારી ફિલ્મ 'સરફિરા'ના પ્રમોશન દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હતો. અક્ષય કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમણે પોતાને આઈસોલેટ કરી લીધા છે. તમને જણાવી દઈએ કે, માત્ર અક્ષય કુમાર જ નહીં, 'સરફિરા'ની ટીમના કેટલાક અન્ય લોકો પણ કોરોના પોઝિટિવ મળ્યા છે.

અક્ષય કુમારને કોરોનાનો ચેપ લાગ્યો

'સરફિરા'ના પ્રોડક્શન હાઉસની નજીકના એક સૂત્રએ આ માહિતી આપી છે. સૂત્રએ કહ્યું, “અક્ષય કુમાર તેમની ફિલ્મ ‘સરફિરા’નું પ્રમોશન કરી રહ્યા હતા. પ્રમોશન સમયે તેમની તબિયત બગડવા લાગી હતી. પછી તેમને માહિતી મળી કે પ્રમોશન ટીમના કેટલાક ક્રૂ મેમ્બર કોવિડ પોઝીટીવ મળી આવ્યા છે. આ માહિતી મળ્યા પછી, તેમણે પોતાનો કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો અને શુક્રવારે સવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

Advertisement

અક્ષય કુમારે પોતાને આઇસોલેટ કર્યા

સૂત્રએ વધુમાં કહ્યું, "પોઝિટિવ ટેસ્ટને કારણે, અભિનેતા ન તો 'સરાફિરા'ને પ્રમોટ કરશે અને ન તો અનંત અંબાણીના લગ્નમાં હાજરી આપશે." સૂત્રએ એમ પણ કહ્યું કે અક્ષય, એક જવાબદાર વ્યક્તિ હોવાને કારણે, તેમણે તરત જ પોતાને આઇસોલેટ કરી લીધા હતા અને તે હજી પણ ક્વોરેન્ટાઇન છે.

Advertisement

અક્ષયની આ ફિલ્મ આજે જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ

જે ફિલ્મના પ્રમોશન દરમિયાન અક્ષય કુમારને કોરોનાનો ચેપ લાગ્યો હતો તે ફિલ્મ આજે જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મનું નામ 'સરાફિરા' છે અને આ ફિલ્મમાં અક્ષય સાથે રાધિકા મદાન છે. આ ફિલ્મ સાઉથની 'સૂરરાય પોત્રુ'ની રિમેક છે.

આ પણ વાંચો----- Anant-Radhika Wedding News: અનંતના લગ્ન નહિ Circus છે, હું તેના લગ્નમાં નહિ જાઉં, અભિનેત્રીએ ચકોકાવ્યા!

આ પણ વાંચો----- વિદેશમાં ફરવા ગયેલી DIVYANKA TRIPATHI નો લાખોનો સમાન લૂંટાયો, હવે ભારત પરત ફરવું પણ મુશ્કેલ!

Tags :
Advertisement

.

×