Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

FRIENDSના CHANDLER BINGનું દુનિયાને અલવિદા.. એક મિત્ર ગુમાવ્યો હોય તેવો અહેસાસ થયો..!

અહેવાલ - કશિશ રવિવારની સવારે આવા દુઃખદ સમાચાર આવશે તેવી કલ્પના પણ ન હતી કરી. સોશિયલ મીડિયા જોયું અને બેક ટૂ બેક સેલિબ્રિટીઝની સ્ટોરી, Matthew Perry નો ફોટો. શરૂઆતમાં તો એમ લાગ્યું કે જન્મદિવસ હોઈ શકે, સર્ચ કર્યું અને આંચકો...
friendsના chandler bingનું દુનિયાને અલવિદા   એક મિત્ર ગુમાવ્યો હોય તેવો અહેસાસ થયો
Advertisement

અહેવાલ - કશિશ

રવિવારની સવારે આવા દુઃખદ સમાચાર આવશે તેવી કલ્પના પણ ન હતી કરી. સોશિયલ મીડિયા જોયું અને બેક ટૂ બેક સેલિબ્રિટીઝની સ્ટોરી, Matthew Perry નો ફોટો. શરૂઆતમાં તો એમ લાગ્યું કે જન્મદિવસ હોઈ શકે, સર્ચ કર્યું અને આંચકો લાગ્યો Matthew Perry ના અવસાનના સમાચાર વાંચીને.

Advertisement

Advertisement

છેલ્લા 5 વર્ષથી એક દિવસ એવો નહીં હોય કે ફ્રેન્ડ્સ ન જોયું હોય. 10 સિઝનનો એ ટીવી શો, એક વાર પૂરો થાય, ફરી પહેલી સિઝનથી જોવાનું શરુ. ફ્રેન્ડ્સ જોવા મને પ્રોત્સાહન આપનાર મારી બહેન હતી. આ સમાચાર વાંચીને તરત મેં એને કોલ કર્યો. એ પણ મારી જેમ જ શરૂઆતમાં તો માનવા જ તૈયાર નહીં કે આવું શક્ય બન્યું છે. ફ્રેન્ડ્સ આમ તો 1994થી શરુ થયેલો શો, મારા જન્મ પહેલાનો શો પણ તેની ખાસિયત એ છે કે તમામ કેરેક્ટર્સ એવા અમર છે, કોઈ પણ જનરેશનનું વ્યક્તિ જોવે, તેને ગમે જ.. અને એમાં પણ ચેન્ડલર બિંગ.. મારો સૌથી ગમતો પાત્ર.. ચેન્ડલર ઈમોશનલ થતા શીખવાડે, લોકોને હસાવતા શીખવાડે, પ્રેમ કરતા શીખવાડે, મિત્રતાનું ઉત્તમ પ્રમાણ અને સૌથી મહત્વપૂર્ણ.. જે વાત તમને અપસેટ કરતી હોય, તે વાતને જોક બનાવી, તેને એકદમ ઈઝીલી લઇ સદાય હસતા રહેતા શીખવાડે.. જીવનમાં એટલા મિત્રો નથી, પણ ફ્રેન્ડ્સના એ 6 એ 6 પાત્રો, મારા મિત્ર સમાન છે અને એમાં પણ ચેન્ડલર બિંગ તો મારો સરકાઝમ ગુરુ.. મેથ્યુ પેરીએ જે રીતે ચેન્ડલર બિંગની ભૂમિકા ભજવી હતી, એવું જ લાગે કે એ પાત્ર એના માટે જ બન્યું હતું. અનેક ઇન્ટરવ્યૂમાં સાથી કલાકારોએ કહ્યું હતું કે મેથ્યુ અને ચેન્ડલર મહદંશે સરખા જ છે.

54 વર્ષની વયે મેથ્યુ પેરીનો મૃતદેહ તેના લોસ એન્જલસ વાળા ઘરેથી મળી આવ્યો. અહેવાલો પ્રમાણે, હોટ બાથ ટબમાં ડૂબી જવાથી તેમનું મોત થયું છે. આ સમાચારથી ફ્રેન્ડ્સની સિઝન 8નો 13મોં એપિસોડ યાદ આવે, "ધી વન વેર ચેન્ડલર ટેક્સ અ બાથ.." ચૅડલરની પત્ની મોનીકા તેને બાથ ટબમાં બાથ લેવા પ્રેરિત કરે છે અને તેને એ ખૂબ ગમી જાય છે.. તે એપિસોડ યાદ કરીને અને મેથ્યુના મોતનું કારણ જાણીને મન વધુ શોકમગ્ન થઇ જાય, એ સવાલ પૂછે.. કે આવું કેમ?

जातस्य हि ध्रुवो मृत्युध्रुवं जन्म मृतस्य च। तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि।।

અર્થાત.. જેનો જન્મ થયો છે તેની મૃત્યુ નિશ્ચિત છે, અને તેનો ફરી જન્મ પણ નિશ્ચિત છે, એટલે મૃત્યુ પર શોક કરવો યોગ્ય નથી... આ વાત મેં ખૂબ સારી રીતે વર્ષો પહેલા સ્વીકારી લીધી છે..તેમ છતાં આજે શોક એવો થાય છે કે બોલી નથી શકતી, રિએક્ટ નથી કરી શકતી.. ખબર છે કે ફ્રેન્ડ્સના ફેન્સ સિવાય, આ દુઃખ કોઈ નહીં સમજે.. "COULD IT BE ANY SADER?" આમ તો મૂડ ખરાબ હોય અને ફ્રેન્ડ્સ જોઉં તો ખુશ ખુશ થઇ જઉં પણ આજે પ્રથમ વખત એવું બનશે કે જયારે ફ્રેન્ડ્સ જોઇશ ત્યારે આંખોમાંથી અશ્રુ વહી જશે અને તે સ્મિતના નહીં હોય... ભલે મેથ્યુ પેરીએ દુનિયાને અલવિદા કહ્યું હોય, ચેન્ડલર બિંગ તમામ ફ્રેન્ડ્સના ફેન્સના હૃદયમાં અમર છે.. ચેન્ડલર બિંગની એ સ્ટાઇલ, ચેન્ડલર બિંગની એ સ્માઈલ.. છેલ્લા 29 વર્ષોથી ફેન્સના હૃદયમાં છે..આગળ પણ રહેશે..

આ પણ વાંચો - નીતા અંબાણીના ઈવેન્ટ દરમિયાન કરણ જોહરને આવ્યો હતો અટેક, આ એક્ટરે કરી હતી મદદ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×