Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુરુચરણ સિંહના ગુમ થવા મુદ્દે પ્રોડ્યૂસર ASIT MODI એ કહ્યું; મને ખાતરી છે કે તે.....

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના સૌના લાડીલા રોશન સિંહ સોઢીના રોલમાં જોવા મળેલા ગુરચરણ સિંહ કથિત રીતે ગુમ થઈ ગયા હતા. આ સમાચાર સામે આવ્યા બાદ તેમના ફેન્સ ખૂબ જ આઘાતમાં છે અને સૌ લોકો તેમના...
ગુરુચરણ સિંહના ગુમ થવા મુદ્દે પ્રોડ્યૂસર asit modi એ કહ્યું  મને ખાતરી છે કે તે
Advertisement

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના સૌના લાડીલા રોશન સિંહ સોઢીના રોલમાં જોવા મળેલા ગુરચરણ સિંહ કથિત રીતે ગુમ થઈ ગયા હતા. આ સમાચાર સામે આવ્યા બાદ તેમના ફેન્સ ખૂબ જ આઘાતમાં છે અને સૌ લોકો તેમના જલ્દી મળી જવાની પ્રાથના કરી રહ્યા છે. હવે તેમના ગુમ થવાના સમાચાર ઉપર TMKOC ના પ્રોડ્યૂસર અસિત મોદીએ પોતે પ્રતિક્રિયા આપી છે. ચાલો જાણીએ તેમણે ગુરચરણ સિંહ વિશે શું કહ્યું..

અસિત મોદીએ ગુરુચરણ વિશે કહ્યું કે..

તારક મહેતાકા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત કુમાર મોદીએ ગુરુચરણ સિંહના ગુમ થવાના સમાચારને લઈ કહ્યું હતું કે, તેઓ આ સમાચાર સાંભળીને આઘાતમાં રહી ગયા હતા. તેમણે ગુરુચરણ સાથેની જૂની યાદોને પણ વાગોળી હતી અને કહ્યું હતું કે, “આ ખૂબ જ દર્દનાક અને આઘાતજનક સમાચાર છે. તે પોતાના પરિવાર પ્રત્યે ખૂબ જ પ્રેમાળ હતો. તેણે તેના માતા-પિતાની સંપૂર્ણ જવાબદારી પોતાના પર લીધી. અમે ક્યારેય એકબીજા સાથે ખરેખર અંગત નહોતા પરંતુ હું તેના વિશે જે જાણું છું તેના પરથી તે ખૂબ જ ધાર્મિક વ્યક્તિ હતા. તેણે કોવિડ દરમિયાન TMKOC છોડી દીધું હતું પરંતુ તે પછી પણ અમારા હંમેશા સારા સંબંધો હતા ”

Advertisement

Advertisement

વધુમાં અસિત કુમારે ગુરુચરણના સારા હોવાની આશા વ્યક્ત કરી હતી અને તેમણે ઉમેર્યું હતું કે, “ગુરુચરણ હંમેશા મને સ્મિત સાથે મળતો હતો. તેનું ગુમ થવું ખૂબ જ આઘાતજનક છે, મને ખબર નથી કે આવું કેમ થયું. જોકે તપાસ ચાલુ છે તેથી મને ખાતરી છે કે કંઈક સારું થશે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે સુરક્ષિત રહે"

છેલ્લી વખત ગુરુચરણ અહી દેખાયા હતા

ગુરુચરણ સિંહ છેલ્લે 22 એપ્રિલે દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ગુરુચરણ સિંહ મુંબઈ જવા માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ તેઓ ન તો મુંબઈ પહોંચ્યા કે ન તો ઘરે પાછા ફર્યા. તેના ગુમ થવાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. 4 દિવસ સુધી તે ન મળ્યા પછી, ગુરુચરણ સિંહના વૃદ્ધ પિતાએ દિલ્હીમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે ‘મારો પુત્ર ગુરુચરણ સિંહ, ઉંમર: 50 વર્ષ, 22 મી એપ્રિલે સવારે 8:30 વાગ્યે મુંબઈ જવા નીકળ્યો હતો. તે ફ્લાઇટ પકડવા એરપોર્ટ ગયો હતો. તે ન તો મુંબઈ પહોંચ્યો ન તો ઘરે પાછો આવ્યો અને તેનો ફોન પણ બંધ છે. તે માનસિક રીતે સ્થિર છે અને અમે તેને શોધી રહ્યા છીએ!’

એક્ટિંગ છોડી માતા પિતા સાથે રહેતા હતા ગુરુચરણ

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુરચરણ સિંહ ટીવી ઉદ્યોગમાં લોકપ્રિય કલાકાર છે. શો છોડ્યા બાદ તેણે એક્ટિંગની દુનિયાને પણ અલવિદા કહી દીધું હતું. તે તેના માતા-પિતા સાથે રહેવા લાગ્યો. પિતાની ખરાબ તબિયતને કારણે તેણે શો છોડવાનો નિર્ણય પણ લીધો હતો. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતો. ઇન્સ્ટાગ્રામ પર તેની નવી પોસ્ટ્સ ઘણીવાર તેના જીવન વિશે અપડેટ્સ આપે છે.

આ પણ વાંચો : Pratik Gandhi પત્ની સાથે પડદા પર ગાંધી-કસ્તુરબાણી ભૂમિકામાં

Tags :
Advertisement

.

×