લગભગ ચાર દસકથી પોલિટિશિયન કમ માફિયા (Politician cum Mafia) અતિક અહેમદને પોલીસ અને જેલ સ્ટાફ સાથે નાતો હતો. ઉત્તર પ્રદેશમાં વર્ષોથી જેનો દબદબો હતો તે ગેંગસ્ટર અતિક અહેમદ (Gangster Atiq Ahmed) હવે નથી રહ્યો, પરંતુ તેની સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસ...
લગભગ ચાર દસકથી પોલિટિશિયન કમ માફિયા (Politician cum Mafia) અતિક અહેમદને પોલીસ અને જેલ સ્ટાફ સાથે નાતો હતો. ઉત્તર પ્રદેશમાં વર્ષોથી જેનો દબદબો હતો તે ગેંગસ્ટર અતિક અહેમદ (Gangster Atiq Ahmed) હવે નથી રહ્યો, પરંતુ તેની સાથે સાંઠગાંઠ ધરાવતા પોલીસ અધિકારીઓ અને જેલ સ્ટાફ આજે પણ તેની યાદો અને લાભોને વાગોળી રહ્યાં છે. અતિક અહેમદ અનેક ભ્રષ્ટાચારી અધિકારીઓ માટે માઈ-બાપ હતો. વર્ષ 2019થી અમદાવાદની સેન્ટ્રલ જેલ (Ahmedabad Central Jail) માં અતિકની સરભરા માટે હરહંમેશ સેવામાં તત્પર રહેતા લાંચીયા અધિકારીઓ-સિપાઈઓમાં તારીખ 21 માર્ચની સાંજે દોડધામ મચી ગઈ હતી અને કારણ હતું, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ લીધેલી સાબરમતી જેલની મુલાકાત.
જેલ સત્તાધીશો હંમેશા અતિકની પડખે
ચાર વર્ષથી સાબરમતી જેલની હવા ખાઈ રહેલાં અતિક અહેમદને ભ્રષ્ટાચારી અધિકારી-સિપાઈઓએ જરા સરખી પણ ફરિયાદ કરવાનો મોકો આપ્યો ન હતો. ઉત્તર પ્રદેશની પ્રયાગરાજ અદાલતમાં અતિક અહેમદને વર્ષ 2006ના ઉમેશ પાલ અપહરણ કેસમાં હાજર કરવાની સાબરમતી જેલ સત્તાધીશોને અગાઉ જાણ કરાઈ હતી. જેલ સત્તાધીશોએ અતિક અહેમદ બિમાર હોવાનું તેમજ લાંબી મુસાફરી કરવા માટે સક્ષમ નહીં હોવાના કારણ રજૂ કરી બબ્બે વખત વાતને ટાળી હતી. અતિક અહેમદે યુપીના કેસમાં તેની હાજરી વિડીયો કોન્ફરન્સથી કરાય અથવા તો સાબરમતી જેલમાં આવશ્યક કાર્યવાહી થાય તેવી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. આખરે અતિક અહેમદને 26 માર્ચના રોજ લોખંડી બંદોબસ્ત વચ્ચે UP પોલીસ બખ્તરબંધ ગાડીમાં બેસાડી ઉત્તર પ્રદેશ ખાતેની પ્રયાગરાજ કોર્ટ (Prayagraj Court) માં લઈ જવાયો હતો.
![]()
HM ની જેલ મુલાકાત, અતિકને લઈ જવાયો
તારીખ 21 માર્ચની સાંજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જેલોના વડા ડૉ. કે એલ એન રાવ (Dr K L N Rao IPS) DGP વિકાસ સહાય (Vikas Sahay IPS) ગૃહ સચિવ નિપૂર્ણા તોરવણે (Nipurna Toravne) સહિતના અધિકારીઓ સાથે અમદાવાદ સેન્ટ્રલ જેલની ઓચિંતી મુલાકાત લીધી હતી. હર્ષ સંઘવીની મુલાકાત ટાણે એક જ ચર્ચા હતી અને તે હતી યુપીના ગેંગસ્ટર અતિક અહેમદની. HM હર્ષ સંઘવીની ઓચિંતી જેલ મુલાકાત બાદ 24 માર્ચના રોજ રાજ્યભરની જેલોમાં મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ સેન્ટ્રલ જેલની ઓચિંતી મુલાકાત અને રાજ્યભરની જેલોમાં પડેલા વ્યાપક દરોડા બાદ તારીખ 26 માર્ચના રોજ અતિક અહેમદને ઉત્તર પ્રદેશ ખાતે ચુસ્ત બંદોબસ્ત હેઠળ લઈ જવાયો હતો.
![]()
અતિકની ક્રાઈમ કુંડળી
અતિક અહેમદે નાની ઉંમરે જ ગુનાખોરીની દુનિયામાં પગ મુકી દીધો હતો. 120થી વધુ ગંભીર ગુનાનો આરોપી અતિક અહેમદ પૂર્વ ધારાસભ્ય-સાંસદ પણ રહી ચૂક્યો છે. વર્ષ 2005માં BSP ના MLA રાજુ પાલની હત્યા (Raju Pal Murder) કરાવનારા અતિકે હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલનું ફેબ્રુઆરી-2006માં અપહરણ કરાવ્યું હતું. ઉમેશ પાલના અપહરણ કેસ (Umesh Pal Kidneeping Case) માં પ્રયાગરાજની અદાલતે અતિક અહેમદને સજા ફરમાવી હતી. ચાર દાયકાની ક્રાઈમ સફરમાં અતિકને પ્રથમ વખત કોઈ કેસમાં સજા સંભળાવવામાં આવી હતી. ઢગલાબંધ કેસો પૈકી કોઈ કેસમાં અતિકને સજા પડી હોય તેવો આ પ્રથમ કેસ હતો. અતિકને સજા થતાં જ સાબરમતી જેલમાં તે પાકા કામનો કેદી બની ગયો હતો. પાકા કામનો કેદી બનેલા અતિકને 200 ખોલીની 10 બાય 10નો રૂમ ફાળવવામાં આવ્યો.
આ પણ વાંચો--અતિકનો અંત, SABARMATI JAIL ના ભ્રષ્ટાચારી અધિકારી-સિપાઈઓને હાશ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ