Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RUPALA : આ પાટીદાર નેતાનો સનસનીખેજ આરોપ, વાંચો અહેવાલ....

RUPALA : પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) સામે ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનના મુદ્દે રુપાલાને મોટી રાહત મળી છે. પાટીદાર નેતા અશ્વિન સાંખડાસરિયાએ સમગ્ર મામલે કોંગ્રેસ પર આરોપ લગાવ્યા છે. અશ્વિન સાંખડાસરિયાએ કહ્યું છે કે ક્ષત્રિય આંદોલનને કોંગ્રેસે હાઈજેક કરી લીધું છે....
rupala   આ પાટીદાર નેતાનો સનસનીખેજ આરોપ  વાંચો અહેવાલ
Advertisement

RUPALA : પરશોત્તમ રુપાલા (Parshottam Rupala) સામે ચાલી રહેલા ક્ષત્રિય આંદોલનના મુદ્દે રુપાલાને મોટી રાહત મળી છે. પાટીદાર નેતા અશ્વિન સાંખડાસરિયાએ સમગ્ર મામલે કોંગ્રેસ પર આરોપ લગાવ્યા છે. અશ્વિન સાંખડાસરિયાએ કહ્યું છે કે ક્ષત્રિય આંદોલનને કોંગ્રેસે હાઈજેક કરી લીધું છે.

પાટીદાર નેતા અશ્વિન સાંખડાસરિયા સમગ્ર મામલે પરશોત્તમ રુપાલાના સમર્થનમાં

પરશોત્તમ રુપાલાએ નિવેદન બાદ માફી માગી લીધી હોવા છતાં ક્ષત્રિય આંદોલન યથાવત રહ્યું છે અને હવે આંદોલન પાર્ટ-2 શરુ કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે પરશોત્તમ રુપાલાને રાહત મળે તેવા સમાચાર આવ્યા છે. પાટીદાર નેતા અશ્વિન સાંખડાસરિયા સમગ્ર મામલે પરશોત્તમ રુપાલાના સમર્થનમાં આવ્યા છે. તેમણે સીધો આરોપ લગાવ્યો છે કે ક્ષત્રિય આંદોલનને કોંગ્રેસે હાઈજેક કરી લીધું છે.

Advertisement

Advertisement

કોંગ્રેસે આ આંદોલનને હાઈજેક કરી લીધું છે.

પાટીદાર નેતા અશ્વિન સાંખડાસરિયાએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતાં કહ્યું છે કે વિપક્ષ પાસે મુદ્દા નથી એટલે આવી રાજનીતિ કરે છે પણ પાટીદાર સમાજ પરશોત્તમ રૂપાલાની પડખે છે. વાતચીતમાં તેમણે કહ્યું કે પરશોત્તમ રુપાલાએ અનેક વખત માફી માગી લીધી છે . તેમણે સીધો આરોપ લગાવ્યો કે કોંગ્રેસે આ આંદોલનને હાઈજેક કરી લીધું છે.

રૂપાલાના સારા કામોને અવગણીને એક ભૂલ ન જોવાય

તેમણે એમ પણ કહ્યું કે વિપક્ષ પાસે મુદ્દા નથી એટલે આવી રાજનીતિ કરે છે. માફી આપવી એ ક્ષત્રિય ધર્મ છે, રૂપાલાને માફ કરવા જોઈએ. રૂપાલાના સારા કામોને અવગણીને એક ભૂલ ન જોવાય તેમ જણાવતાં તેમણે કહ્યું કે પાટીદારો દરેક વર્ગ સાથે ભાઈચારા સાથે રહેવા માગે છે.

પાટીદાર સમાજ પરશોત્તમ રૂપાલાની પડખે

તેમણે સ્પષ્ટ કર્યું કે પાટીદાર સમાજ પરશોત્તમ રૂપાલાની પડખે છે. પરશોત્તમ રૂપાલા સ્વચ્છ છબી ધરાવતા નેતા છે અને તેઓ જરૂર જીતશે. ચૂંટણીમાં પરશોત્તમ રૂપાલાને કોઈ નુકસાન નહીં થાય"

રુપાલાને કોઇ નુકશાન નહી થાય

તેમણે કહ્યું કે માફી માંગનારા કરતા માફી આપનારો મોટો છે. છતાં તેમને માફ નહી કરીને જીદ પર અડ્યા છે. આ મુદ્દો રાજકીય બનાવવો ખોટી વાત છે. પરશોત્તમ રુપાલા કદાવર નેતા છે. તેમનું વ્યકતિત્વ સારુ છે પણ તે ભુલાવીને એક ભૂલ પકડી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં વર્ગવિગ્રહ ના થાય તે જરુરી છે. તેઓ રુપાલાને માફ કરીને સાથે આવે. રુપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ છે. અમે રોડ પર નહી આવીએ. હવે લોકો શાંત થઇ રહ્યા છે. અમારી તરફથી મુદ્દો હવે પતી ગયો છે. રુપાલાના સમર્થનમાં લોકો સ્વયંભૂ આવી રહ્યા છે. જેમને રાજકીય મહત્વકાંક્ષા છે તેમને નુકશાન થશે. રુપાલાને કોઇ નુકશાન નહી થાય.

આ પણ વાંચો------ Rajkot : પદ્મિની બા વાળાની તબિયત લથડતાં હોસ્પિ.માં દાખલ, સમજાવટ બાદ પારણા કર્યા, જાણો હવે કેવી છે સ્થિતિ ?

આ પણ વાંચો----- Kshatriya Samaj : ક્ષત્રિય સમાજના અગ્રણી કરણસિંહ ચાવડાએ કહ્યું- રાજપૂત સમાજનાં આંદોલનનો કોઈ..!

આ પણ વાંચો----- આજે રૂપાલા સહિત રાજ્યભરમાંથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ નોંધાવી ઉમેદવારી

Tags :
Advertisement

.

×