તોડકાંડની તપાસના સૂત્રધાર IG મોથલિયાને કોણ છાવરે છે ?
13 એપ્રિલ 2023ના રોજ થયેલા Gujarat ના સૌથી ચર્ચાસ્પદ તોડકાંડમાં ઓક્ટોબર મહિનો મહત્વનો રહ્યો છે. તોડકાંડ અને ત્યારબાદ થયેલી અરજી-અરજીનો ખેલ અને આક્ષેપબાજી પોલીસની ગુનાહિત માનસિકતા છતી કરે છે. આ સમગ્ર મામલાનો દોરીસંચાર કરી રહેલા IPS અધિકારી સામે ફરિયાદી અને આરોપી એમ બંને પક્ષો આરોપ લગાવી રહ્યાં છે. પોલીસની સ્થિતિ સાપે છંછૂદર ગળ્યા જેવી થઈ જતાં તોડકાંડના ફરિયાદી અનિલ પંડિતને આરોપી બનાવવાની ફરજ પડી છે. IG જે. આર. મોથલિયા (J R Mothaliya IPS) ફરિયાદી અનિલ પંડિત, પંકજ ઠક્કર સહિતના લોકો સામે પંકિલના પિતા સુનિલ મોહતા (Sunil Mohatta) એ મોરચો ખોલી દેતા અનેક કારનામા ખુલ્લા પડ્યા છે. કચ્છમાં કાળા-ધોળા કામ કરતા ખાખીધારી સૂત્રધારોની સંપૂર્ણ હક્કિત જગજાહેર છે છતાં ભ્રષ્ટાચાર વિરોધી સરકાર તમાશો જોઈ રહી છે.IG મોથલિયા તોડકાંડના સૂત્રધાર ? : વાયરલ થયેલી ઓડિયો ક્લિપ (Viral Audio Clip) માં આરોપી પંકિલના પિતા સુનિલ મોહતા (Sunil Mohatta) બોર્ડર રેન્જ IG મોથલીયાને પ્રામાણિકતા પૂરવાર કરવા પડકાર ફેંકે છે. સુનિલ મોહતા કહે છે કે, મારા પુત્રને ઉપાડીને સાયબર ક્રાઈમમાં બે દિવસ ગોંધી રાખી માર માર્યો. તમામ લોકો તમારી (મોથલિયા) ઓફિસમાં હાજર હતા. ગાંધીજીના મોટા એવોર્ડ મળેલા હશે અટલે સામાવાળા તરફથી તમે ( મોથલિયા) આ કેસમાં રસ નથી લેતા તેવો ખુલ્લો આરોપ સુનિલ મોહતાએ લગાવ્યો છે. પંકજ ઠક્કર અને તેના રાજકીય મિત્રના કહેવાથી તમે (મોથલીયા) કામ કર્યું છે. અત્રે નોંધનીય છે કે, ફરિયાદી અનિલ પંડિત કાનમાંથી કીડા ખરી જાય તેવી ગાળો પોલીસને આપતો હોય તેવી ઓડિયો ક્લિપ પણ સુનિલ મોહતાએ ફરતી કરી છે. આ વાયરલ ઓડિયો ક્લિપ બાદ પોલીસ કાર્યવાહી તેજ બની અને પોલીસને ગાળો આપનાર અનિલ પંડિતની ફરિયાદ લેવા મોથલિયાએ સત્તા વાપરી છે.તોડ કરનારો કિરીટસિંહ IG નો વહીવટદાર ? : કચ્છ પોલીસમાં કિરીટસિંહ ઝાલા (Kiritsinh Zala) ની એક અલગ જ ઓળખ છે. સાહેબોના કાળા-ધોળા કામ કરવાની વિશેષ આવડત ધરાવતા કિરીટસિંહ ઝાલાનો IG જશવંત મોથલિયા (Jashwant Mothaliya IPS) એ ભરપૂર ઉપયોગ કર્યો છે. અગાઉના બોર્ડર રેન્જ IG ડી બી વાઘેલા (D B Vaghela IPS) કિરીટસિંહ અને તેના જેવા 50 જેટલાં પોલીસ કર્મચારીઓ સામે વર્ષ 2018-19માં બદલી-કાર્યવાહીના પગલાં લઈ ચૂકયા છે. કિરીટ ઝાલાની અગાઉ બોર્ડર રેન્જમાં આવતા પાટણ જિલ્લા (Patan District) માં અને DGP ને રિપોર્ટ કર્યા બાદ જિલ્લા બહાર દાહોદ (Dahod) ખાતે સજાના ભાગરૂપે બદલી કરવામાં આવી હતી. કિરીટ ઝાલાની કરતૂતોથી વાકેફ હોવા છતાં તેના સહિતના અન્ય બદનામ પોલીસ કર્મચારીઓને IG મોથલિયાએ સીધી રીતે પોતાના તાબામાં આવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન (Cyber Crime Police Station Border Range) માં નિમણૂંક આપી.પંકિલે નિવેદનમાં લગાવ્યા IG પર આરોપ : ડીવાયએસપી પાલનપુર એમ. બી. વ્યાસે (M B Vyas DySP) તપાસના કામે મોકલેલા સમનના જવાબમાં પંકિલ મોહતાએ આપેલા નિવેદનની કથિત નકલ વાયરલ થઈ હતી. વિસ્તૃત નિવેદનમાં IG મોથલિયા પર તોડનો કથિત આરોપ લગાવવામાં આવ્યો છે. નિવેદનમાં પંકિલે જણાવ્યું છે કે, શૈલેન્દ્રસિંહ ઉર્ફે જયોતિભાઈ ઉર્ફે ભાણુભા દ્ધારા IG ઓફિસ સ્ટાફ (કિરીટસિંહ બળદેવસિંહ ઝાલા અને તેમની ટીમ) IG સાહેબના કહેવા મુજબ સોપારીની ગાડી મુક્ત કરવા 5 કરોડ કહે છે. પંકજ કરશનભાઈ ઠક્કરના કહેવાથી મેં શૈલેન્દ્ર ઉર્ફે ભાણુભા સાથે વાતચીત કરતા 3.75 કરોડમાં નક્કી થયું હતું. કિરીટ ઝાલા અને IG સાહેબ સાથે નક્કી કરેલા વહીવટ મુજબ કુલ 3.02 કરોડ પંકજ અને ભાગીદાર અનિલ પંડિત (Anil Pandit) દ્ધારા અપાયા હતા. જ્યારે બાકીની રકમ 1.43 કરોડ પંકજ ઠક્કર બીજા કેસમાં વૉન્ટેડ હોવાના મામલે તેમના વતી મેં ચૂકવી આપ્યા હતા.IG મોથલિયા શું કહેશો ?(1) 1 કરોડની સોપારી ભરેલી ટ્રક રોકીને તોડ કરનારા પોલીસ કર્મચારીઓની વાસ્તવમાં શું ફરજ હતી ?(2) સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જેમની નિમણૂંક તમે કરી છે તે પોલીસ કર્મચારીઓને તમે ટ્રક રોકવા-તપાસવા રાખ્યા હતા ?(3) આપને અનિલ પંડિતની અરજી મળી ત્યારે જ તમે કેમ તોડકાંડમાં સામેલ પોલીસ કર્મચારીઓ સામે પગલાં ના ભર્યા ?(4) ફરિયાદી અનિલ પંડિત અને આરોપીઓ વચ્ચે સમાધાન કરાવવામાં પોલીસને કેમ રસ હતો ?(5) તમે DGP વિકાસ સહાય (Vikas Sahay IPS) ને મળ્યા ત્યારે તેમને તોડકાંડની વાસ્તવિકતાથી પૂર્ણ રીતે વાકેફ કર્યા હતા ?(6) તમે તોડકાંડની તપાસ કેમ સીઆઈડી ક્રાઈમ (CID Crime) કે અન્ય એજન્સીને સોંપવા સમંત નથી દર્શાવી ?(7) અનિલ પંડિતની ફરિયાદ કેમ સંવેદનશીલ રખાઈ ? આરોપી પોલીસવાળાને ક્રાઈમ બ્રાંચના કર્મચારીઓ કેમ દર્શાવાયા ?(8) 27 જૂનના રોજ પંકિલ મોહતાનું અપહરણ કરનારા તત્કાલિન LCB PI એમ. એમ. જાડેજા તથા સ્ટાફ સામે કોઈ કાર્યવાહી થઈ છે ?(9) અપહરણ કરીને લઈ જવાયેલા પંકિલ મોહતાને ગોંધી રાખનારા PSI ઝાલા સામે કોઈ કાર્યવાહી કરાઈ છે ?(10) તોડકાંડ અને આરોપીઓ પાસેથી કબજે લેવાયેલી રકમના મોટા હિસ્સામાં કોણે ગરબડ કરી છે ?તોડકાંડના પડઘા હજુ પણ જારીવાત છે, ગાંધીધામ લોકલ ક્રાઈમ બ્રાંચ (Gandhidham LCB) ના PI એમ. એમ. જાડેજાની. તોડકાંડની રકમ વસૂલવા ગાંધીધામ LCB ના PI એમ. એમ. જાડેજાએ ટીમ સાથે મળીને ગત 27 જૂનની મોડી રાતે માત્ર 38 મિનિટમાં જ પંકિલને ઘરેથી ઉપાડી લીધો. પોલીસ સ્ટાફે કરેલા અપહરણની સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ છે. ત્યારબાદ પંકિલને ક્યાં લઈ જવાયો, ગોંધી રખાયો, માર માર્યો અને કોણે કરોડોની રકમ વસૂલી તે તો PI જાડેજા અને તેમના સાહેબ જ જાણે. તોડકાંડ કેસમાં સામેલ આરોપી રાજેન્દ્રસિંહ ઝાલા પોલીસને યેનકેન પ્રકારે થાપ આપવામાં સફળ રહ્યો હતો. આ કારણોસર પીઆઈ જાડેજાને જવાબદાર ગણી તાજેતરમાં જ તેમને LCB PI ના સ્થાન પરથી તાજેતરમાં હટાવી ખૂણામાં ધકેલી દેવાયા છે. અત્રે નોંધનીય છે કે, 260 કરોડની પોન્ઝી સ્કીમ (Ponzi Scheme) આચરનારા અમદાવાદના વિનય શાહ કેસ (Vinay Shah) માં પણ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન (Vastrapur Police Station) ના તત્કાલિન પીઆઈ એમ. એમ. જાડેજા (M M Jadeja) સહિત અનેક મહાનુભાવો ભારે વિવાદમાં રહી ચૂક્યા છે.આ પણ વાંચો---ખાખીની તોડબાજી બાદ ખાદીધારીની એન્ટ્રીથી કેસમાં આવ્યો વળાંક


