Home » Bharuch : વૃદ્ધાને બંધક બનાવી અઢી લાખની લૂંટ ચલાવનારા 2 ઝડપાયા
Bharuch : વૃદ્ધાને બંધક બનાવી અઢી લાખની લૂંટ ચલાવનારા 2 ઝડપાયા
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
134
અહેવાલ—દિનેશ મકવાણા, ભરૂચ
ભરૂચના ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયામાં વૃદ્ધાને બંધક બનાવીને લૂંટારાઓએ દિવાલમાં બખોલું પાડી ઘરમાં પ્રવેશી લૂંટને અંજામ આપ્યો હતો જે ઘટનાનો ભેદ ભરૂચ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી 2 લુંટારૂને દબોચી લીધા છે. લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ પણ પોલીસને રિકવર કરવામાં સફળતા મળી છે.
ઘરની રેકી કરી વૃદ્ધાનો એકલતાનો લાભ લઇ લૂંટ ચલાવી
ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા ઝાડેશ્વર ગામના નેતાજી ફળિયા વિસ્તારમાં રહેતા રમીલાબેન પટેલના ઘરનું કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન મજૂરોની અવરજવર રહી હતી જેમાંના જ એક મજૂરે સમગ્ર લૂંટનો પ્લાન ઘડયો હોય તેઓ ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લૂંટને અંજામ આપનારા રીઢા ગુનેગારનાઓએ સૌ પ્રથમ તો ઘરની રેકી કરી વૃદ્ધાનો એકલતાનો લાભ લઇ મકાનની દીવાલમાં બખોલું પાડી ઘરમાં પ્રવેશી મહિલાને ખાટલા સાથે બાંધી તેણીને માર મારી લૂંટને અંજામ આપ્યો હતો.
સીસીટીવીમાં પણ 2 લૂંટારા કેદ
સમગ્ર ઘટનામાં ગુનો દાખલ થતા ભરૂચ lcb પોલીસે સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી અને મકાનમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન જેટલા પણ કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરો હતા તેમના મજૂરો અને અન્યોની માહિતી મેળવવાની શરૂઆત કરી હતી અને ઘટના સ્થળના સીસીટીવીમાં પણ 2 લૂંટારા કેદ થયા હોવાના કારણે પોલીસને પણ ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી
2 સગા ભાઇ પકડાયા
ભરૂચ શહેરના ભોલાવ રોડ બ્રિજ નીચે સર્કલ પાસેથી બંને લૂંટારૂ પસાર થતા હોવાની માહિતી મળતા જ ભરૂચ એલસીબી પોલીસની ટીમોએ વોચ ગોઠવી હતી અને મોટર સાયકલ ઉપર રહેલા બંને સગા ભાઈ હોવાનું ફલિત થયું હતું અને મોટરસાયકલ શક્તિનાથ નજીકની એક સોસાયટીમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. મોટરસાયકલ ચાલકે પોતાનું નામ અજય બચુ મેડા અને પાછળ સવાર ઉમેશ બચુ મેડા હોવાનું ઓળખ થઈ હતી અને કડક પૂછપરછ કરતા બંને શક્તિનાથ રેલવે ગરનાળા પાસે પાણીની ટાંકી નજીક ઝુપડપટ્ટીમાં રહેતા હોવાનું ફલિત થયું હતું અને મૂળ રહેવાસી દાહોદના હોવાનું સામે આવતા કડક પૂછ પરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા અને ઝાડેશ્વર ગામમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનો ભાંડો ફૂટ્યો હતો.
શાલીમાર નજીક કપડાની દુકાનને નિશાન બનાવી હતી
ઝાડેશ્વર ગામમાં થયેલી લુટનો ભેદ ઉકેલી 2 આરોપીઓની ધરપકડ કરતા તેમણે લૂંટને અંજામ આપતા પહેલા ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ શાલીમાર નજીકની કપડાની બે દુકાનોને નિશાન બનાવી રોકડા રૂપિયાની ચોરી પણ કરી હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી.
લૂંટારુઓનો ગુનાઇત ઇતિહાસ
ઝાડેશ્વરના ગામમાં વૃદ્ધ મહિલા ને બંધક બનાવી લૂંટને અંજામ આપનારા ઝડપાયેલા બંને લૂંટારો સગા ભાઈ નીકળ્યા છે અને બંને લૂંટારો ભાઈઓએ સુરત દાહોદ અને સુરતના કામરેજમાં પણ ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપ્યો હોવાની ચોકાવનારી માહિતી સામે આવી છે અને બંને ભાઈઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાની માહિતી સામે આવી છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject