અહેવાલ—દિનેશ મકવાણા, ભરુચ
ભરૂચ જિલ્લામાં શાળાએ વાન મારફતે મુકવા જતા વાન ચાલકે 3 વર્ષની બાળકી ગંભીર પ્રકારના અડપલા કર્યા હોવાના કેસમાં ભરૂચની અદાલતે વાન ચાલકને 20 વર્ષની સજા અને દોઢ લાખનો દંડ અને 4 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.
બાળકીને નર્સરીમાં લઇ જતો
ભરૂચની એક સ્કૂલમાં ફરીયાદીની ની 3 વર્ષની પુત્રી નર્સરીમાં અભ્યાસ કરતી હતી અને તેને સ્કુલમાંથી ચેતન ઉર્ફે ચિરાગ મોદી પોતાની ઇકો ગાડીમાં લઇ જતો હતો. તે સવારે ઘેરથી બાળકીને લઇ જતો હતો અને બપોરે ઘેર પરત લાવતો હતો.
બાળકી સાથે ગંભીર અડપલાં કર્યા
નરાધમ ચેતન ઉફે ચિરાગ મોદીએ 2018માં 3 વર્ષની બાળકી સાથે ગંભીર પ્રકારના શારિરીક અડપલાં કર્યા હતા. રાત્રે બાળકીના પિતાને માતાએ જાણ કરી હતી કે બાળકીના ગુપ્ત ભાગે લોહીના ડાઘ છે જેથી તેને તત્કાળ હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. સારવારમાં સમગ્ર બનાવની ગંભીરતા જોઈ બાળકીની માતાએ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે ઈ.પી.કોની કલમ ૩૭૬(બી) તથા ધી પ્રોટેકશન ઓફ ચીલ્ડ્રન ફોર્મે સેકસ્યુલ ઓફેન્સીસ એકટ ૨૦૧૨ ની કલમ–૪ અને ૬ મુજબની ફરિયાદ નોંધી તપાસ શરુ કરી હતી.
આરોપીને 20 વર્ષની સજા
આ કેસ ભરૂચની અદાલતમાં ચાલી જતાં આરોપી વિરૂધ્ધ દુષ્કર્મ, તેમજ બાળકોના જાતીય અત્યાચાર અને શોષણનો ગુનો સાબિત થતા ફરીયાદ પક્ષ ત૨ફે જીલ્લા સ૨કારી વકીલ પરેશ બી. પંડયાની દલીલો અને ચુકાદાઓને વંચાણમાં લઇ અદાલતે કેસના આરોપી ચેતન ઉર્ફે ચિરાગ ૨મેશચંદ્ર મોદીને કસુ૨વા૨ ઠે૨વી જાતીય સતામણી ક૨વા બદલ 20 વર્ષની સજા અને રૂપિયા ૧,૫૦,૦૦૦− હજારનો દંડ ફટકાર્યો હત તેમજ ભોગબનનારને વળતર તરીકે રૂા. ૪,૦૦,૦૦૦/– કાનુની ઓથોરીટીને યોગ્ય ૨કમ વળતર તરીકે ચુકવવા હુકમ કરેલો છે. બાળકીની પૂછપરછમાં તેણે કહ્યું કે ઈકોવાળા ચેતન અંકલ મારી સાથે ગંદુ ગંદુ કરે છે અને શરીરે હાથ ફે૨વતા હતા અને તેની વાતોનું મોબાઇલમાં રેકોર્ડીંગ કરી લેવાયું હતું.
આ પણ વાંચો—HEART ATTACK : રાજ્યમાં નવરાત્રીના માહોલ વચ્ચે 24 કલાકમાં 12 વ્યક્તિના મોત