Home » સુરત જીલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સળિયા ચોરતી ગેંગ ઝડપાઇ
સુરત જીલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સળિયા ચોરતી ગેંગ ઝડપાઇ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
134
અહેવાલ—ઉદય જાદવ, સુરત
સુરત જીલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સળિયા ચોરતી ગેંગ ઝડપાઇ છે.
પોલીસને બાતમી મળી હતી
સુરત જિલ્લા પોલીસને બાતમી મળી હતી કે જિલ્લામાં નવા પ્રોજેક્ટ પર મોટી સંખ્યામાં કેટલાક સમય થી સળીયાની ચોરી થઈ છે તે દિશામાં તપાસ કરતા બાતમી મળી હતી કે શેખપુર ગામની સીમમાંથી પસાર થતી અમદાવાદ થી મુંબઈ જતી રેલવેલાઈનનો નવો ટ્રેક બનતો હોઈ જે ટ્રેક ઉપર કોપરના તારોની નવી લાઈન નાખવામાં આવે છે જે અંત્રોલી ખાતે રહેતા પિયુષ, અક્ષય પટેલ,અશ્વિન વસાવા એ ચોરી કરી છે.
8 જેટલા શખ્સો 5,59,145 લાખના મુદામાલ સાથે ઝડપાયા
ચોરી કરેલો મુદ્દામાલ ઘલુડીથી સાયણ જતા રોડ પર મુબારકઅલી મણીહારના ભંગારના ગોડાઉન પર વેચાણ માટે આવેલ છે તેવી બાતમી ને આધારે સળીયા ચોરનાર અને ખરીદનાર તમામ ની ધરપકડ કરી તેઓ ચોરીનો મુદામાલ અલગ અલગ ભંગારના વેપારી ને વેચાણ કરેલ હોવાની માહિતી ને આધારે અલગ અલગ જગ્યા એ દરોડા પાડી સર્ચ ઓપરશન હાથ ધરી 8 જેટલા શખ્સોને 5,59,145 લાખના મુદામાલ સાથે જિલ્લા એલસીબી એ ઝડપી પાડ્યા હતા.આરોપીઓ ના નામ પિયુષ ભાલીયા (ઉ. વ 27) અક્ષય પટેલ (ઉ. વ 23) અશ્વિન વસાવા (ઉ. વ 21) મુબારકઅલી(ઉ. વ 41) લક્ષ્મણસિંહ રાજપૂત (ઉ. વ 44) સતાર શાહ (ઉ. વ 45) સાહરુખખાન પઠાણ(ઉ. વ 30) અખિલેશ સુરાણાં(ઉ. વ 45) મહમદ મેવ (પાલોદ ગામ ), સંજય ભરવાડ (ઘલુડી ગામ ) ઝડપી પાડી આગળની કાર્યવાહી પોલીસ એ હાથ ધરી છે.
આ પણ વાંચો—સુરતમાં 19 બાઇકની ચોરી કરનારી ટોળકી ઝડપાઇ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject