Download Apps
Home » ગોંડલમાં સરાજાહેર થયેલી ભરવાડ યુવકની હત્યામાં સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

ગોંડલમાં સરાજાહેર થયેલી ભરવાડ યુવકની હત્યામાં સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

ગોંડલ શહેરમાં એસટી ડેપો બસસ્ટેન્ડ ચોકમાં ભરવાડ યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.સરાજાહેર થયેલી ભરવાડ યુવકની હત્યામાં સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. મૃતકના ભાઈએ હુમલાખોર ઘનશ્યામ સામે ઉધારમાં ફાંકી માંગવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામા પક્ષે ઘનશ્યામે ફરિયાદમાં લખાવ્યું કે એક વર્ષ પહેલા દૂધવાળા સાથે થયેલી જૂની અદાવતને કારણે સાગર અને તેના મિત્રો ગાળો આપીને હેરાન કરતા હતા. સાગર ભરવાડે હુમલો કરતાં સ્વ બચાવમાં તેમને છરીના ઘા કર્યા હતા.

સરાજાહેર થયેલી ભરવાડ યુવકની હત્યામાં સામ-સામે પોલીસ ફરિયાદ

ગોંડલ શહેરમાં મંગળવારે વહેલી સવારે ગોકુળીયાપરામાં રહેતા અને એસટી બસ સ્ટેન્ડ પાસે પાનની દુકાન ધરાવતા સાગર રાજુ મેવાડા (ઉ.વ.28) નામના ભરવાડ યુવક ઉપર ઘનશ્યામ રસિક પરમારે (રહે. જેલ ચોક, આંબલી શેરી સામે, ગોંડલ) છરી વડે હુમલો કરતા સાગરને લોહીલુહાણ હાલતમાં પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ યુવકને સારવાર મળે એ પહેલા જ તેમનું મોત નિપજતા તેમના મૃતદેહને ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઉધારમાં ફાંકી માંગવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો

મૃતક સાગરના ભાઈ નરેશ મેવાડાએ આરોપી ઘનશ્યામ રસિક પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર ઘનશ્યામે સાગર પાસે ઉધારમાં ફાકી માંગી હતી. ઉધારમાં ફાંકી માંગવા બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઘનશ્યામે પોતાની પાસે રહેલી છરી કાઢીને સાગર પર હુમલો કરતા તેમનું મોત થયું હતું.

એક વર્ષ પહેલા દૂધવાળા સાથે થયેલી માથાકૂટની અદાવતમાં ભરવાડ યુવકો મને દરરોજ ગાળો આપતા હતા – આરોપી ઘનશ્યામનું રટન

હત્યાનો ભોગ બનનાર સાગરભાઇ મેવાડા એસટી બસ સ્ટેન્ડ પાસે પાનની દુકાન ધરાવે છે. મૃતક સાગરભાઇને અગાઉ આરોપી ઘનશ્યામ પરમાર સાથે ઝઘડો થયા બાદ મૃતક સાગર આરોપી ઘનશ્યામ ને ગાળો દેતો હોય તેનો ખાર રાખી આરોપી ઘનશ્યામે આજે વહેલી સવારે છરી સાથે ધસી જઇ પાનના ધંધાર્થી સાગરભાઇનું ઢીમ ઢાળી દીધું હતું. આ હત્યામાં ઘનશ્યામે સાગર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ અનુસાર એક વર્ષ પહેલા ઘનશ્યામની તેની સોસાયટીમાં દૂધ વેચવા આવતા ગઢવી સાથે બોલાચાલી થઈ હતી. બાદમાં બધા દૂધવાળા એકસંપ થઈને ઘનશ્યામને હેરાન કરતા હતા. મૃતક સાગર ભરવાડ, કેતન વિજય ભરવાડ અને અન્ય એક અજાણ્યો ઈસમ ઘનશ્યામને ગાળો આપતા હતા. ત્રણે એકસપ થઈ ઘનશ્યામ પર ચાના ડોયા વડે હુમલો કર્યો હતો. ઘનશ્યામે સાગર કેતન અને એક અજાણ્યા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આમ બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે.

આ હત્યામાં આરોપી ઘનશ્યામ પરમારને સકંજામાં લઇ પૂછતાછ હાથ ધરી

બનાવની જાણ થતા A અને B ડીવીઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા અને તુરત જ આરોપી ઘનશ્યામ પરમારને સકંજામાં લઇ પૂછતાછ હાથ ધરી છે. આરોપી ઘનશ્યામ પરમાર હાલમાં છુટક મજુરી કામ કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ગોંડલમાં એસ.ટી. બસ સ્ટેન્ડ ચોકમાં સરાજાહેર હત્યાનો બનાવ બનતા ચકચાર જાગી છે.

શહેરના હાર્દસમા વિસ્તારમાં હત્યાનો બનાવ બનતા ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા.હત્યાના આ બનાવની જાણ ગોંડલ બી ડિવિઝન પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હતી. આ સાથે જ છરી ઘા ઝીકીને યુવકની હત્યામાં શંકમંદ આરોપી ઘનશ્યામ રસીકભાઈ પરમાર નામના શખ્સને પોલીસે સંકજામાં લઈ લીધો હતો.

અહેવાલ – વિશ્વાસ ભોજાણી 

આ પણ વાંચો — GONDAL : જેતપુર હાઈવે ઉપર દૂધ ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ જતા રસ્તા પર દૂધની નદીઓ વહી

DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
By Harsh Bhatt
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?