Bharuch : ભરૂચ (Bharuch) નેશનલ હાઇવે 48 ઉપર આવેલ અતિથિ રિસોર્ટની બાજુના કમ્પાઉન્ડમાં સમૂહ લગ્નનું આયોજન હતું જેમાં અમદાવાદથી આવેલા જ્વેલર્સના વેપારી પોતાની કારને પાર્કિંગમાં પાર્ક કરીને ગયા બાદ તસ્કરોએ ગાડીનો કાચ તોડીને સોનાના દાગીનાની બેગની ચોરી કરતાં ચકચાર મચી ગઇ હતી.વેપારી લગ્નમાંથી પરત આવતા ગાડીના ડ્રાઇવર સાઈડનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો અને અંદર સોનાના દાગીનાની બેગ ગુમ જોવા મળી હતી. મામલાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરુ કરી હતી.
ગાડીનો કાચ તોડી દાગીના ભરેલા પાકીટની ચોરી
અમદાવાદના જ્વેલર્સ રીંકેશભાઈ રમેશભાઈ સોની એ નબીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી કે તેઓ અમદાવાદથી ભરુચના અતિથિ રિસોર્ટની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં બ્રાહ્મણ સુવર્ણકાર સમાજ દક્ષિણ ગુજરાતના સમૂહ લગ્નમાં તેમના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા તે દરમિયાન તેઓએ પોતાની ફોરવિલ ગાડી પાર્કિંગમાં મૂકીને ગયા હતા. લગ્ન પતાવી પરત અમદાવાદ જવા માટે પોતાની ગાડી પાસે આવતા ડ્રાઇવર સાઈડનો કાચ તૂટેલો જોઈ તેઓ ચોકી ઉઠ્યા હતા અને ગાડીમાં સોનાના દાગીના ભરેલું પાકીટ બેગ ગુમ જોવા મળ્યું હતું. અંદાજે પોણા સાત લાખ ઉપરાંતના દાગીનાની ચોરી થતા લગ્નમાં આવેલા પરિવાર ખુશીના બદલે ચિંતામાં મુકાઈ ગયો હતો અને તાબડતોબ નબીપુર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તથા એલસીબી પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
6,78,000ની મતાની ચોરી
ફરિયાદ મુજબ ગાડીમાં તેમની પત્નીનું પર્સ જેમાં સોનાની બુટ્ટી સહિતનો સેટ આશરે પાંચ તોલા સોનાના પાટલા સહિત રોકડા રૂપિયા મળી 6,78,000ની મતા હતી તેની ચોરી કરી ગઠીયો ફરાર થઇ ગયો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી.
અહેવાલ–દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો——SURAT : સીટી લાઈટ વિસ્તારના બિલ્ડર દ્વારા છેતરપિંડી કરાતા 16 પરિવારો મુશ્કેલીમાં
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ