Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરતમાં ચોરી કરીને ફરાર થયેલો આરોપી 11 વર્ષે ઝડપાયો 

અહેવાલ---આનંદ પટણી, સુરત સુરતમાં મોટા પ્રમાણમાં અલગ અલગ રાજ્યથી રોજીરોટીની શોધમાં આવેલા લોકો ગુના આચરીને પોતાના વતનમાં ભાગી જતા હોય છે. ઓરિસ્સાના જિલ્લાના વ્યક્તિઓ સૌથી વધારે સુરતમાં ગુના આચરતા હોય છે ત્યારે 2012 ની સાલમાં પાંડેસરા વિસ્તારમાં ચોરીના ગુનામાં પકડાયેલા...
સુરતમાં ચોરી કરીને ફરાર થયેલો આરોપી 11 વર્ષે ઝડપાયો 
Advertisement
અહેવાલ---આનંદ પટણી, સુરત
સુરતમાં મોટા પ્રમાણમાં અલગ અલગ રાજ્યથી રોજીરોટીની શોધમાં આવેલા લોકો ગુના આચરીને પોતાના વતનમાં ભાગી જતા હોય છે. ઓરિસ્સાના જિલ્લાના વ્યક્તિઓ સૌથી વધારે સુરતમાં ગુના આચરતા હોય છે ત્યારે 2012 ની સાલમાં પાંડેસરા વિસ્તારમાં ચોરીના ગુનામાં પકડાયેલા આરોપી પોલીસ જાપ્તામાંથી ભાગી ગયો હતો. જો કે પોલીસે બાતમીના આધારે આરોપીને ઓરિસ્સા ખાતેથી ઝડપી પાડી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાગેડું આરોપીઓને પકડવા ડ્રાઇવનું આયોજન
સુરત શહેરમાં ગંભીર પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલા ભાગેડુ ગુનેગારો કે, જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા પોલીસ દ્વારા સ્પેશીયલ ડ્રાઈવનુ આયોજન કરેલું  છે. ઓરીસ્સા રાજ્યમાં ગંજામ જીલ્લાના રહેવાસી હોય તેવા ગુનેગારોને ટાર્ગેટ કરી તેઓનુ લીસ્ટ બનાવવામાં આવેલું હતું.  જે આધારે નાસતા-ફરતા સ્ક્વોર્ડ પોલીસ માણસોની એક ટીમ બનાવવામાં આવી હતી. સુરત પોલીસની એક ટીમ દ્વારા રાજ્યના ઓરીસ્સા રાજ્યના ગંજામ જીલ્લામાં આવેલ ગામ.જાડાવન ખાતેથી આરોપી બાબુ  રથ સવાઈ  જે રીક્ષા ડ્રાઈવર તરીકે કામ કરતો હતો તેને ઝડપી લેવાયો હતો.
પોલીસ જાપ્તામાંથી ફરાર થયો હતો
 પોલીસની પકડમાં આવેલો આરોપી વર્ષ 2012 માં સુરતના પાંડેસરા વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયો હતો. જો કે પોલીસ આરોપીને મેડિકલ ચેકઅપ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે 20-7-2012 ના રોજ લઈ ગઈ હતી ત્યારે પોલીસના જાપ્તામાંથી આ આરોપી ફરાર થઈ ગયો હતો. છેલ્લા 11 વર્ષથી પોલીસ પકડથી બહાર હતો. આરોપી ફરાર થઈ જવાને લઈને સુરતના ખટોદરા પોલીસ મથકમાં તેના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. જો કે આરોપી પકડાઈ જતા પોલીસ હવે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.
અભિયાનને સતત સફળતા
સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા આ અભિયાનને સતત સફળતા મળી રહી છે ત્યારે પોલીસ હવે આગામી દિવસોમાં નાસતા ફરતા આરોપીઓ પર સકંજો કસે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
Tags :
Advertisement

.

×