Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : વસ્ત્રાલમાં સિક્યોરિટી ગાર્ડ પર રીક્ષા ચડાવીને હત્યા કરનારો આરોપી ઝડપાયો

અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં તારીખ 22ના રોજ બપોરના સમયે પ્રણામી બંગ્લોઝમાં ઓનલાઇન એપ્લીકેશનના માધ્યમથી રીક્ષા બુક કરાવી હતી. જે દરમિયાન રીક્ષા ચાલક સોસાયટીમાં પ્રવેશતી વખતે સિક્યોરિટી ગાર્ડે રજીસ્ટરમાં નોંધણી કરવા કહ્યું અને રીક્ષા ચાલકે તેને ઢોર માર માર્યો...
ahmedabad   વસ્ત્રાલમાં સિક્યોરિટી ગાર્ડ પર રીક્ષા ચડાવીને હત્યા કરનારો આરોપી ઝડપાયો
Advertisement

અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ

અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં તારીખ 22ના રોજ બપોરના સમયે પ્રણામી બંગ્લોઝમાં ઓનલાઇન એપ્લીકેશનના માધ્યમથી રીક્ષા બુક કરાવી હતી. જે દરમિયાન રીક્ષા ચાલક સોસાયટીમાં પ્રવેશતી વખતે સિક્યોરિટી ગાર્ડે રજીસ્ટરમાં નોંધણી કરવા કહ્યું અને રીક્ષા ચાલકે તેને ઢોર માર માર્યો હતો. ત્યારે લોકો સોસાયટીના ગેટ પાસે પહોંચે તે પહેલા રીક્ષા ચાલક મનીષ શેની સિક્યોરિટી ગાર્ડને રીક્ષા વડે જીવલેણ ટક્કર મારીને ફરાર થઇ ચુક્યો હતો. આ બનાવમાં પોલીસે રીક્ષા ચાલકને ઝડપી લીધો છે.

Advertisement

Advertisement

રજીસ્ટરમાં રિક્ષાની એન્ટ્રી જેવી સામાન્ય બાબતે સિક્યોરિટી ગાર્ડને ઢોર માર માર્યો

22 તારીખના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ પ્રણામી બંગ્લોઝમાં રેપિંડોના માધ્યમથી રીક્ષા બુક કરવામાં આવી હતી ત્યારે મૂળ આગ્રા (ઉત્તરપ્રદેશ)નો વતની મનીષ શેનીએ સોસાયટીના સિક્યોરિટી ગાર્ડ સાથે રજીસ્ટરમાં રિક્ષાની એન્ટ્રી જેવી સામાન્ય બાબતે પ્રણામી બંગ્લોઝના સિક્યોરિટી ગાર્ડને ઢોર માર માર્યો હતો અને સાથે રિક્ષાથી જીવલેણ ટક્કર મારીને ફરાર થઇ ચુક્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત નરેશ મોદીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જયારે રામોલ પોલીસે પ્રાથમિક તપાસમાં અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી.

અમદાવાદ ક્રાઈમ બાન્ચે આરોપીને ઝડપી લીધો

24 કલાકની તપાસ બાદ પણ રીક્ષા ચાલાક મનીષ શેનીની ધરપકડના થતા અમદાવાદ ક્રાઈમ બાન્ચે વસ્ત્રાલ વિસ્તારના CCTV કેમેરા અને હ્યુમન સોર્સના માધ્યમથી ધરપક્ડ કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરતા આરોપીએ સ્વીકાર્યું હતું કે સામાન્ય બોલાચાલીમાં સિક્યોરિટી ગાર્ડને મેં રીક્ષા વડે જીવલેણ ટક્કર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. જયારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને અકસ્માત સર્જેલી રીક્ષા સાથે ધરપકડ કરી રામોલ પોલીસને આરોપીને સોંપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો----AHMEDABAD : અમેરિકન નાગરિકોને મેડીક્લેઈમ કોમ્પનસેશન ઝડપથી મળશે તેમ કહી છેતરપિંડી આચરતું કોલ સેન્ટર ઝડપાયું

Tags :
Advertisement

.

×