Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટ અગ્નિકાંડ બાદ હવે પોલીસ આવી હરકતમાં, AHMEDABAD અને SURAT માં ગેમઝોન કર્યા સીલ

રાજકોટ અગ્નિકાંડના આઘાતથી લોકો હજી બહાર આવી શક્યા નથી. આ ઘટનામાં મૃત્યુ પામેલા સ્વજનોથી માંડીને સમગ્ર ગુજરાતની પ્રજા આજે એક સૂરમાં આરોપીઓને સજા થાય તેની માંગ કરી રહ્યું છે. બીજી તરફ આ ઘટના બાદ હવે તંત્ર અચાનક સફાળું જાગ્યું છે...
રાજકોટ અગ્નિકાંડ બાદ હવે પોલીસ આવી હરકતમાં  ahmedabad અને surat માં ગેમઝોન કર્યા સીલ
Advertisement

રાજકોટ અગ્નિકાંડના આઘાતથી લોકો હજી બહાર આવી શક્યા નથી. આ ઘટનામાં મૃત્યુ પામેલા સ્વજનોથી માંડીને સમગ્ર ગુજરાતની પ્રજા આજે એક સૂરમાં આરોપીઓને સજા થાય તેની માંગ કરી રહ્યું છે. બીજી તરફ આ ઘટના બાદ હવે તંત્ર અચાનક સફાળું જાગ્યું છે અને એક્શનમાં આવ્યું છે. રાજકોટન ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં સંભળાયા છે. હવે દરેક જિલ્લાની પોલીસ પોતાના વિસ્તારમાં પણ આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખી રહી છે. અમદાવાદ અને સુરતની પોલીસ હવે તરત જ એક્શનમાં આવી છે. અમદાવાદ અને સુરતમાં પોલીસ દ્વારા દુકાનોને સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

અમદાવાદમાં કુલ 5 ગેમઝોનને સીલ કરવામાં આવ્યા

Advertisement

અમદાવાદ પોલીસ આજે 4 ગેમઝોન સામે ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા આજરોજ કુલ 5 ગેમઝોનને સીલ કરવામાં આવ્યા છે. સીમા હોલ, નિકોલ અને ગોતાના ગેમઝોન સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગેમઝોન પાસે ન તો કોઈ પ્રકરાની જરૂરી NOC હતી કે ન તો તેમના પાસે પોલીસ પરવાનગી હતી. આટલા દિવસથી આ મોતના ઝોન જાણે કોઈ અમંગલ ઘટના થવાની રાહ જોઈ રહ્યા હોય તેવું જ હવે લાગી રહ્યું છે. પોલીસ તપાસ દરમિયાન આ ગેમઝોનમાં સ્ટ્રક્ચર, ઇલેક્ટ્રીક સિસ્ટમ સહિત અનેક સમસ્યાઓ જોવા મળી હતી. આ બેદરકાર ગેમઝોનો સામે સરકારી ત્રણ કમીટીએ બેદરકારીના રિપોર્ટ કર્યા છે.

Advertisement

SURAT માં પણ 11 ગેમઝોન સીલ કરાયા

અમદાવાદના પગલે પગલે સુરતમાં ( SURAT ) પણ હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરતમાં ( SURAT ) પણ કુલ 5 જેટલાં ગેમઝોન વિરુદ્ધ ગુનો નોંધાયો છે. વિવિધ ગેમઝોનમાં SMC, પોલીસ, DGVCL અને ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તપાસ દરમિયાન ગેમઝોનમાં દસ્તાવેજ, ઇલેક્ટ્રીકલ પાવર સહિતની ક્ષતિઓ સામે આવતા 11 ગેમઝોન સીલ કરવામાં આવ્યા છે જ્યારે 5 જેટલાં ગેમઝોનમાં ગેરરીતિ જણાતા ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો : VADODARA : સ્માર્ટ વિજ મીટરના વિરોધમાં કચેરીની તાળાબંધી

Tags :
Advertisement

.

×