Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : એસપી રિંગ રોડ પર હેબતપુર પાસે કાળમુખા ડમ્પરની અડફેટે માતા-પુત્રીના મોત

અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ અમદાવાદના હેબતપુર રીંગ રોડ નજીક કોર્પોરેશનના ડમ્પરે સર્જેલા અકસ્માતમાં એક્ટિવા પર જઇ રહેલા માતા-પુત્રીનું કમકમાટીભર્યું મોત થયું હતું. એક તરફ શહેરમાં અકસ્માતો વધી રહ્યા છે અને ટ્રાફિક પોલીસ ડ્રાઇવ કરવાનું નાટક કરીને સંતોષ માની રહી છે ત્યારે...
ahmedabad   એસપી રિંગ રોડ પર હેબતપુર પાસે કાળમુખા ડમ્પરની અડફેટે માતા પુત્રીના મોત
Advertisement

અહેવાલ---પ્રદિપ કચિયા, અમદાવાદ

અમદાવાદના હેબતપુર રીંગ રોડ નજીક કોર્પોરેશનના ડમ્પરે સર્જેલા અકસ્માતમાં એક્ટિવા પર જઇ રહેલા માતા-પુત્રીનું કમકમાટીભર્યું મોત થયું હતું. એક તરફ શહેરમાં અકસ્માતો વધી રહ્યા છે અને ટ્રાફિક પોલીસ ડ્રાઇવ કરવાનું નાટક કરીને સંતોષ માની રહી છે ત્યારે ટ્રાફિક પોલીસને હવે શરમ આવવી જોઇએ કે શહેરમાં હજું પણ કાળમુખા ડમ્પર બેફામપણે દોડી રહ્યા છે અને ડમ્પર ચાલકોને તે કાબુમં પણ રાખી શકતી નથી.

Advertisement

વધુ એક વખત ભારે વાહને નિર્દોષનો ભોગ લીધો

Advertisement

અમદાવાદ શહેરના ટ્રાફીક વિભાગની ઘોર બેદરકારી બહાર આવી છે. શહેરમાં વધુ એક વખત ભારે વાહને નિર્દોષનો ભોગ લીધો છે.
થોડા સમય પહેલા ખાનગી ટ્રાવેલ્સના અકસ્માતમાં એક યુવતીનું મોત થયું હતું અને ત્યારબાદ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે દેખાડો કરવા માટે શહેરભરમાં ડ્રાઇવ ચલાવી હતી પણ આમ છતાં આજે ફરી ભારે વાહનોના કારણે 2 નિર્દોષના જાન ગયા હતા.

માલવિકા ગોસ્વામી અને 7 વર્ષની જાહ્નવી ગોસ્વામીનું મોત

આજે વહેલી સવારે એસપી રીંગ રોડ પર હેબતપુર જવાના કટ પર બેફામ સ્પીડથી આવી રહેલા કોર્પોરેશના ડમ્પરે એક્ટિવા પર જઇ રહેલા માતા-પુત્રીને અડફેટે લીધા હતા. બપોરે 12.30 વાગે કાળમુખા ડમ્પરે સર્જેલા અકસ્માતમાં ભાડજ ગામના રહેવાસી માતા પુત્રી માલવિકા ગોસ્વામી અને 7 વર્ષની જાહ્નવી ગોસ્વામીનું મોત થયું હતં.

મિક્ષર ચાલક ગાડી મૂકીને ફરાર

અક્સ્માત સર્જનાર મિક્ષર ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ચૂક્યો છે. તેથી ટ્રાફિક N DIVISION પોલીસે વાહનના નંબરના આધારે ફારાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે. જેકે પ્રશ્ન અહીંયા એજ ઊભો થાય છે કે શહેરી વિસ્તારમાં ભારે વાહનોને પ્રતિબંધ હોવા છતા શા માટે ભારે વાહનો અમદાવાદ શહેરની હદમાં પ્રવેશ કરે છે અને ટ્રાફિક પોલીસ તેમને રોકી પણ શકાતી નથી. ત્યારે અકસ્માત સર્જનાર વાહનને અમદાવાદ શહેરમાં પ્રવેશ માટેની મંજૂરી આપવામાં આવી હતી કે નહિ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. જેકે તે બાદ વધુ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જેવું મહત્વનું રહ્યું.

ટ્રાફિક વિભાગના પેટનું પાણી પણ હલતું નથી

શહેરમાં અનેક વખત અકસ્માત થયા બાદ પણ ટ્રાફિક વિભાગના પેટનું પાણી પણ હલતું નથી. પોલીસની રહેમ નજર જ આ ડમ્પરો સહિતના ભારે વાહનો શહેરમાં બેફામપણે ચાલી રહ્યા છે. શહેરમાં ચાલતી અનેક કન્સ્ટ્રક્શન સાઇટના ડમ્પરો અને મિક્ષરો બેફામપણે શહેરમાં દોડી રહ્યા છે પણ ટ્રાફિક પોલીસ તેમને રોકી શકતી નથી.

આ પણ વાંચો----ખેડા સિરપકાંડના સૂત્રધાર યોગેશ સિંધીને MLA પંકજ દેસાઈએ મોટો કર્યો ?

Tags :
Advertisement

.

×