Download Apps
Home » AHMEDABAD : ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બની અજીબ ઘટના, દુબઈથી દાણચોરી કરીને સોનુ લઈ આવેલા વ્યક્તિનું કરાયું અપહરણ

AHMEDABAD : ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર બની અજીબ ઘટના, દુબઈથી દાણચોરી કરીને સોનુ લઈ આવેલા વ્યક્તિનું કરાયું અપહરણ

અહેવાલ – પ્રદિપ કચિયા

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર એક અજીબ પ્રકારની ઘટના સામે આવી છે.  દુબઈથી દાણચોરી કરીને સોનુ લઈ આવેલા એક વ્યક્તિનું અપહરણ કરવામાં આવ્યું છે. એટીએસના અધિકારી તરીકેની ઓળખ આપી ત્રણ લોકોએ આ વ્યક્તિનું અપહરણ કરીને તેની પાસે રહેલી સોનુ પડાવી લીધું. જોકે આ સમગ્ર મામલે ATS ને જાણ થતા તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસ બાદ ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવ્યા છે.

ગેરકાયદેસર રીતે સોનું લઈ આવવાના 20,000 મળવાના હતા 

બરોડામાં રહેતા દાનિશ શેખને તેના મિત્ર ઝાકીર બોરા દ્વારા દુબઈથી ગેરકાયદેસર રીતે સોનું લઈ આવવાનું કહ્યું હતું, જેના બદલામાં તેને 20,000 રૂપિયા આપશે તેવું કહ્યું હતું. જેથી દાનિશ અમદાવાદથી દુબઈ પહોંચ્યો હતો અને ત્યાંથી જાકીરભાઇનો માણસ રઈનીશ પાસેથી અંદાજિત 850 ગ્રામ એટલે કે 50 લાખની કિંમતનું કેપ્સુલ રૂપે સોનું લઈને અમદાવાદ પહોંચ્યો હતો.

બે લોકો એટીએસના અધિકારી બતાવી તેમની કારમાં બેસી ગયા 

દાનિશ શેખને ઝાકીરભાઇના બે માણસો બરોડાથી કાર લઈને લેવા માટે આવ્યા હતા. દાનિશ અને તેને લેવા આવેલા બે લોકો જ્યારે કારમાં એરપોર્ટથી બહાર નીકળ્યા ત્યારે અન્ય બે લોકોએ તેની ગાડી રોકી અને પોતાને એટીએસના અધિકારી બતાવી તેમની કારમાં બેસી ગયા હતા. જે બાદ તે કારને નારોલ સર્કલ સુધી લઈ ગયા હતા. જ્યાંથી દાનિશને અન્ય કારમાં આવેલા વ્યક્તિની કારમાં બેસાડી ત્રણેય લોકો તેને એક ફ્લેટમાં લઈ ગયા હતા. જ્યાં ત્રણેયે પોતાના એટીએસના અધિકારીઓ તરીકેની ઓળખ આપવામાં આવી હતી અને દાનિશ દુબઈથી સોનુ લઈને આવ્યો છે તેની જાણ તેઓને છે તેવું કહેવામાં આવ્યું હતું. એક વ્યક્તિ દ્વારા દાનિશને પોતાના મોબાઇલમાં તેનો પાસપોર્ટ અને ફોટો પણ બતાવવામાં આવ્યો હતો. જે બાદ દાનીસ પાસે રહેલું સોનુ લઈ અને તેને ગીતામંદિર બસ સ્ટેન્ડ ખાતે મૂકી બરોડા રવાના કરવામાં આવ્યો હતો.

અપહરણ કરી સોનુ પડાવી લીધું સોનું 

એટીએસના નામે એક વ્યક્તિનું અપહરણ કરી સોનુ પડાવવાની સમગ્ર ઘટનાની એક અરજી એટીએસને મળી હતી. જેના અરજીના આધારે એટીએસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે હારૂન હાજીભાઈ શેખ, નગીનભાઈ પઠાણ, નદીમખાન પઠાણ અને અયુબખાન ટાઇ દ્વારા આ સમગ્ર કાવતરું રચવામાં આવ્યું હતું. જેથી એટીએસ દ્વારા ચારેયની અટકાયત કરી તેની પૂછપરછ કરતા એટીએસને મળેલી અરજી સાચી હોવાની સામે આવ્યું હતું. જેથી એટીએસ દ્વારા સમગ્ર કેસની જાણ એરપોર્ટ પોલીસને કરવામાં આવી હતી. જેના આધારે એરપોર્ટ પોલીસ દ્વારા ફરિયાદી હારુન શેખની ફરિયાદ લઈને ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.

મુંબઈનું કનેક્શન પણ સામે આવ્યું

ચાયેય આરોપીઓની ધરપકડ બાદ એરપોર્ટ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ કરતા મુંબઈનું કનેક્શન પણ સામે આવ્યું છે. પોલીસ દ્વારા અયુબ મુસાની પૂછપરછ કરતા સામે આવ્યું કે મુંબઈના એક અકબર નામના વ્યક્તિ દ્વારા અયુબખાનના મોબાઇલમાં આ ભોગ બનનાર ફરિયાદી દાનિશભાઈનો પાસપોર્ટ અને ફોટો મોકલવામાં આવ્યા હતા. જેના આધારે જ હારુનભાઈને એરપોર્ટથી ઓળખ કરી તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.

કેસમાં એક મહિલા પણ સંડોવાયેલી છે

જોકે પોલીસ તપાસમાં એવો પણ સામે આવ્યું છે કે સમગ્ર કેસમાં એક મહિલા પણ સંડોવાયેલી છે, જેની પણ પોલીસ શોધખોળ હાથ ધરી છે. સમગ્ર કેસનો ભેદ ઉકેલવો પોલીસ માટે પણ પડકારજનક છે. કેમકે પોલીસ હવે તપાસ કરી રહી છે કે જે ભોગ બનનાર ફરિયાદી દાનિશ છે તેના દ્વારા જ સોનુ પડાવવા માટે નાટક રચવામાં તો આવ્યું નથી ને, પોલીસને એ પણ શંકા છે કે બરોડાના જાકીરભાઇ કે જેના દ્વારા હારુંનને દુબઈ સોનું લેવા મોકલ્યો હતો.

તેજ ઝાકીરભાઇના માણસે તેને સોનું આપ્યું હતું તો તેના દુબઈના માણસ દ્વારા પણ આ પ્રમાણે નાટક રચવામાં તો આવ્યું નથી ને… જોકે હવે પોલીસ હાલ તો આ સમગ્ર કેસની ભૂલથી ઉકેલવામાં અલગ અલગ ટીમો બનાવી તપાસ કરી રહી છે. સમગ્ર કેસમાં વધુ કોઈ આરોપીઓ છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.. તો સાથે જ ફરિયાદી એટલે કે ભોગ બનનાર દાનિશની અને આરોપીઓની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરી સમગ્ર કેસનો ભેદ ઉકેલવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો — ડભોઇ ખાતે ઓવરબ્રિજનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ

ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા