Ahmedabad News : મીઠાખળીમાં મકાન ધરાશાયી, સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. બીજી બાજુ અમદાવાના મીઠાખળી ગામમાં મકાન ધરાશાયી થયું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. મહત્વનું...
Advertisement
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. બીજી બાજુ અમદાવાના મીઠાખળી ગામમાં મકાન ધરાશાયી થયું હોય તેવા સમાચાર સામે આવ્યા છે.
મહત્વનું છે કે, અમદાવાદના મીઠાખળીમાં જર્જરીત મકાન ધરાશાયી થયાની ઘટના બની છે, જો કે સદનસીબે તેમાં કોઇ જાનહાની થઇ નથી. હાલ ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. અને કાટમાળ હટાવવાનું કામ ચાલુ છે.
Advertisement
Advertisement
તમને જણાવી દઈએ કે, અમદાવાદ, ઉત્તર ગુજરાત, સોરાષ્ટ્ર સહિત ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચેક દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી હતી.
આ પણ વાંચો : Gondal News : ભારે વરસાદના કારણે આશાપુરા અંડરબ્રિજમાં પાણી ભરાયા, બે બસો ફસાઈ



