Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AHMEDABAD : વટવામાં મહિલાનું ભરબપોરે ફિલ્મી સ્ટાઇલમાં કરાયું અપહરણ, બે દિવસ બાદ પણ અપહરણકર્તાની કોઈ ભાળ નહીં

AHMEDABAD : અમદાવાદના (AHMEDABAD) વટવામાં બે દિવસ પહેલા એક મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અપહરણ ભર બપોરે એકદમ ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવ્યું હતું. સ્કોર્પિઓ અને રિક્ષામાં આવેલા લોકોએ મહિલાનું અપહરણ કર્યું હતું. અપહરણની આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે...
ahmedabad   વટવામાં મહિલાનું ભરબપોરે ફિલ્મી સ્ટાઇલમાં કરાયું અપહરણ  બે દિવસ બાદ પણ અપહરણકર્તાની કોઈ ભાળ નહીં
Advertisement

AHMEDABAD : અમદાવાદના (AHMEDABAD) વટવામાં બે દિવસ પહેલા એક મહિલાનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અપહરણ ભર બપોરે એકદમ ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવ્યું હતું. સ્કોર્પિઓ અને રિક્ષામાં આવેલા લોકોએ મહિલાનું અપહરણ કર્યું હતું. અપહરણની આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અપહરણની ઘટનામાં 8 લોકો ઉપર પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. પરંતુ, આજે અપહરણના બે દિવસ બાદ પણ પોલીસ નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે, આટલા સમય બાદ પણ પોલીસ ગુનેગારોને શોધી શકી નથી. ચાલો જાણીએ શું છે સમગ્ર ઘટના

ધોળા દિવસે મહિલાનું ફિલ્મી સ્ટાઇલમાં અપહરણ

Advertisement

અમદાવાદના (AHMEDABAD) વટવા વિસ્તારમાં બપોરના સમયમાં આ ઘટના બને છે. રિક્ષા અને સ્કૉર્પિયો ગાડીમાં મહિલાનું અપહરણ કરવા માટે કેટલાક લોકો આવે છે. આ ગુનાખોરો અપહરણ કરવા માટે એકદમ તૈયારી સાથે આવ્યા હોય છે, કારણ કે સામે આવેલા CCTV માં દેખાઈ રહ્યું છે તે રીતે તેઓ મો ઉપર રૂમાલ બાંધીને આવ્યા છે અને તેમની હાથમાં હથિયાર પણ દેખાઈ રહ્યા છે. અપહરણ કરવા માટે આવેલા આ લોકો મહિલાને શોધે છે અને ત્યાર બાદ તેઓ મહિલાને ઉપાડીને જબરજસ્તીથી ગાડીમાં બેસાડીને તેનું અપહરણ કરે છે. વધુમાં તેઓ આ પરિણીત મહિલાના પતિને માર પણ મારે છે. ધોળા દિવસે આ ઘટના બની હોવા છત્તા પણ આસપાસ ઉભેલા લોકો ફક્ત મૂક દર્શક બનીને ઊભા રહે છે અને કોઈ મહીલાની મદદ કરતું નથી. સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી.

Advertisement

બે દિવસ બાદ પણ અપહરણકર્તાઓની કોઈ ભાળ નહીં

હજી સુધી આ અપહરણ થવા પાછળનું કારણ સામે આવ્યું નથી. મળતી માહિતી અનુસાર, આ પરિણીત મહિલાએ થોડા સમય પહેલા જ પ્રેમ વિવાહ ( લવ મેરેજ ) કર્યા હતા. અપહરણના મામલે હાલ આઠથી વધુ લોકો સામે પોલીસ ફરીઓયાદ નોંધાઈ છે. અહી અગત્યની વાત એ છે કે, આ અપહરણના બે દિવસ બાદ પણ પોલીસ હજી સુધી નિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છે. આટલો સમય થયા બાદ પણ હજી સુધી પોલીસ આ અપહરણકર્તાનો કોઇ ભાળ મેળવી શકી નથી.

આ પણ વાંચો : VADODARA : કોલેજમાં નોકરી માટે વાત કરવાનું કહી નિકળેલો યુવક લાપતા

Tags :
Advertisement

.

×