Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMBAJI : ગુજરાતના મુખ્યમંત્રીએ અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા કરી ધન્યતા અનુભવી

અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી...
ambaji   ગુજરાતના મુખ્યમંત્રીએ અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા કરી ધન્યતા અનુભવી
અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે.
અંબાજી મંદિરમાં દિવાળીના પર્વમાં માઈ ભાઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે અંબાજી મંદિરમાં નેતાઓ અને વીઆઇપી ભક્તો પણ માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે .આજે અંબાજી મંદિરમાં ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાતના મુખ્યમંત્રીએ માતાજીના દર્શન કર્યા હતા અને સાથે વિધિવત પૂજા કરી હતી. આ અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા પૂજા કરાઈ હતી.
Image preview
 ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગરથી ચીખલા ખાતે ઉતરાણ કર્યું હતું.  ચીખલા હેલીપેડથી મોટર માર્ગે તેઓ અંબાજી મંદિર ખાતે આવ્યા હતા. અંબાજી મંદિરના વીવીઆઈપી ગેટથી તેમને પ્રવેશ કર્યો હતો.  અંબાજી મંદિરમાં તેમનું સ્વાગત કરવા માટે બનાસકાંઠા કલેક્ટર, બનાસકાંઠા એસપી, જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ હાજર હતા.
Image preview
અંબાજી મંદિરના ગર્ભગૃહમાં જઈને તેમને માતાજીના દર્શન કર્યા હતા અને ગુજરાતની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા શાસ્ત્રોકત વિધિ વિધાનથી પંચો પ્રચાર પૂજા કરાવી હતી. મંદિરના ગર્ભગુહમાં તેમને માતાજીના દર્શન કર્યા હતા અને કપૂર આરતી પણ કરી હતી. અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ તેમને સિદ્ધિ વિનાયક મંદિરના પણ દર્શન કર્યા હતા અને ત્યારબાદ તેઓ સભા સ્થળે જવા માટે રવાના થયા હતા.
આજથી ભારત સંકલ્પ યાત્રાનો ગુજરાત ના અંબાજી શક્તિપીઠ થી પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઝારખંડ થી વર્ચ્યુઅલ આ સભામાં જોડાવાના છે અને ત્યારબાદ સમગ્ર દેશમાં ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થનાર છે અને આ યાત્રા જાન્યુઆરી મહિના સુધી ચાલનાર છે.
Advertisement
Tags :
Advertisement