Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ankleshwar માં ખાનગી કંપનીના ઓપન ઇન્ટરવ્યુમાં અફરા તફરીનો માહોલ...

Ankleshwar : ભરુચ જિલ્લાના અંકલેશ્વર (Ankleshwar) માં એક હોટલ પર યોજાયેલા ઓપન ઇન્ટરવ્યુમાં હજારોની સંખ્યામાં બેરોજગાર યુવકો ઉમટી પડતાં અફરા તફરીના દ્રષ્યો સર્જાયા હતા. મોટી સંખ્યામાં યુવકો ઉમટી પડતાં હોટલની સ્ટીલની રેલિંગ તૂટી જતાં ઘણા યુવકો નીચે પટકાયા હોવાના વીડિયો...
ankleshwar માં ખાનગી કંપનીના ઓપન ઇન્ટરવ્યુમાં અફરા તફરીનો માહોલ
Advertisement

Ankleshwar : ભરુચ જિલ્લાના અંકલેશ્વર (Ankleshwar) માં એક હોટલ પર યોજાયેલા ઓપન ઇન્ટરવ્યુમાં હજારોની સંખ્યામાં બેરોજગાર યુવકો ઉમટી પડતાં અફરા તફરીના દ્રષ્યો સર્જાયા હતા. મોટી સંખ્યામાં યુવકો ઉમટી પડતાં હોટલની સ્ટીલની રેલિંગ તૂટી જતાં ઘણા યુવકો નીચે પટકાયા હોવાના વીડિયો પણ વાયરલ થયા છે.

મોટી સંખ્યામાં યુવકો ઉમટી પડતાં ભારે અરાજક્તા ફેલાઇ

Advertisement

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીમાં નોકરી માટે ઓપન ઇન્ટરવ્યું યોજવામાં આવ્યો હતો જેમાં ભરુચ સહિત આસપાસના જિલ્લાના મોટી સંખ્યામાં બેરોજગાર યુવકો ઉમટી પડ્યા હતા. જો કે મોટી સંખ્યામાં યુવકો ઉમટી પડતાં ભારે અરાજક્તા ફેલાઇ હતી અને અવ્યવસ્થા સર્જાઇ હતી.

Advertisement

સ્ટીલની રેલિંગ તૂટી

આ ઘટનાના જે વીડિયો વાયરલ થયા છે તેમાં જોવા મળે છે કે નોકરી મેળવવા માટે યુવકોએ રીતસર ધક્કામુક્કી કરી હતી. કોઇ જ પ્રકારની વ્યવસ્થા ના હોવાથી યુવકોની ભીડ એક જ સ્થળે જમા થઇ ગઇ હતી જેમાં હોટલની સ્ટીલની રેલિંગ તૂટી ગઇ હતી જેમાં ઘણા યુવકો નીચે પટકાયા હતા.

10 પોસ્ટ માટે 1800 યુવકો ઇન્ટરવ્યુ આપવા માટે ઉમટી પડ્યા

બેરોજગાર યુવકોએ આ નોકરી મેળવવા માટે ભારે પડાપડી કરી હતી. ઓપન ઇન્ચરવ્યુ હોવાથી મોટી સંખ્યામાં યુવકો નોકરી મેળવવા માટે ધસી આવ્યા હોવાનું જોવા મળ્યું હતું. જો કે વીડિયો જે વાયરલ થયા છે તેમાં પોલીસ ક્યાંય દેખાતી ન હતી. જાણવા મળ્યા મુજબ 10 પોસ્ટ માટે 1800 યુવકો ઇન્ટરવ્યુ આપવા માટે ઉમટી પડ્યા હતા જેથી ભારે અફતા તફરીનો માહોલ જોવા મળ્યો હતો..

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો---- VADODARA : દુષ્કર્મના આરોપી સાથે પોલીસનો “મૈત્રીપૂર્ણ” વ્યવહાર

આ પણ વાંચો---- Rajkot : હાર્ટ એટેકથી યુવકના મોત મામલે CCTV ફૂટેજમાં ચોંકાવનારો ખુલાસો!

આ પણ વાંચો---- VADODARA : SOG ના દરોડામાં રૂ. 11 લાખનું MD ડ્રગ્સ પકડાયું, ત્રણની અટકાયત

Tags :
Advertisement

.

×