Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Aravalli: શાળામાં શિક્ષકનો ગંદો ખેલ, સહકર્મી શિક્ષિકા પર દાનત બગાડી ને પછી આચર્યુ દુષ્કર્મ.....

અરવલ્લીમાં શિક્ષિકા સાથે સહકર્મીનું દુષ્કર્મ સરકારી સ્કૂલમાં દુષ્કર્મ આચર્યાનો આરોપ ટીંટોઈ પોલીસમાં શિક્ષિકાએ નોંધાવી ફરિયાદ સાથી શિક્ષકે દુષ્કર્મ આચર્યાનો ગુનો દાખલ રાજ્યમાં વધુ એક દુ્ષ્કર્મની ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લામાંથી એક શિક્ષિકા પર શિક્ષકે દુ્ષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ...
aravalli  શાળામાં શિક્ષકનો ગંદો ખેલ  સહકર્મી શિક્ષિકા પર દાનત બગાડી ને પછી આચર્યુ દુષ્કર્મ
Advertisement
  • અરવલ્લીમાં શિક્ષિકા સાથે સહકર્મીનું દુષ્કર્મ
  • સરકારી સ્કૂલમાં દુષ્કર્મ આચર્યાનો આરોપ
  • ટીંટોઈ પોલીસમાં શિક્ષિકાએ નોંધાવી ફરિયાદ
  • સાથી શિક્ષકે દુષ્કર્મ આચર્યાનો ગુનો દાખલ

રાજ્યમાં વધુ એક દુ્ષ્કર્મની ઘટના સામે આવી છે. અરવલ્લી જિલ્લામાંથી એક શિક્ષિકા પર શિક્ષકે દુ્ષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. મળતી માહિતી પ્રમાણે, અરવલ્લી જિલ્લાના મોડાસા-શામળાજી રૉડ આવેલી એક સરકારી સ્કૂલમાં આ દુ્ષ્કર્મની ઘટના ઘટી છે. અહીં સ્કૂલની જ એક શિક્ષકે પોતાની સહકર્મી શિક્ષિકા પર નજર બગાડી અને બાદમાં તેની સાથે દુ્ષ્કર્મ આચર્યુ હતુ,

Advertisement

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલી એક સરકારી શાળાની શિક્ષિકા પર શિક્ષકે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરીયાદ નોંધાઈ છે. શિક્ષિકાની પાછળ પડેલા શિક્ષકે બાઈક પર બેસાડીને જંગલ વિસ્તારમાં લઈ જઈને તેની પર બળાત્કાર આચર્યાની ફરિયાદ ટીંટોઈ પોલીસ મથકે નોંધાવી છે. ટીંટોઈ પોલીસે હવે આરોપી શિક્ષકની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરુ કરી છે.

Advertisement

આરોપી શિક્ષક છેલ્લા કેટલાક સમયથી શિક્ષિકાની પાછળ પડ્યો હતો અને તેની સાથે લગ્ન કરવાનુ પ્રપોઝ કરી રહ્યો હતો. આ મહિલા શિક્ષક મૂળ વિજયનગર તાલુકના છે, તેમને આ ઘટના બાદ ટીંટોઇ પોલીસ સ્ટેશનમાં સહકર્મી શિક્ષક સામે દુ્ષ્કર્મની ફરિયાદ નોંધાવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂ કરી છે. ખાસ વાત છે કે, શૈક્ષણિક સંસ્થામાં આવી દુ્ષ્કર્મની ઘટના બાન્યા બાદ સમગ્ર શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગઇ છે.

આ પણ  વાંચો- દાહોદમાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે મોતની સવારી, જુઓ VIDEO

Tags :
Advertisement

.

×