Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું ભાજપના બે નેતા પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સંપર્કમાં? ભાજપ અને કોંગ્રેસની પ્રતિક્રિયા આવી સામે!

રાજકોટ અગ્નિકાંડને લઇને મોટા સમાચાર ભાજપના બે નેતા પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સંપર્કમાં હોવાની ચર્ચા ભાજપ-કોંગ્રેસના નેતાઓ દ્વારા સામે આવી પ્રતિક્રિયા રાજકોટમાં બનેલ અગ્નિકાંડની ઘટનાના આઘાતમાંથી હજી પણ રાજકોટ અને ગુજરાત બહાર આવી શક્યું નથી. હજી પણ દરેક લોકો...
શું ભાજપના બે નેતા પૂર્વ tpo મનસુખ સાગઠીયાના સંપર્કમાં  ભાજપ અને કોંગ્રેસની પ્રતિક્રિયા આવી સામે
Advertisement
  • રાજકોટ અગ્નિકાંડને લઇને મોટા સમાચાર
  • ભાજપના બે નેતા પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સંપર્કમાં હોવાની ચર્ચા
  • ભાજપ-કોંગ્રેસના નેતાઓ દ્વારા સામે આવી પ્રતિક્રિયા

રાજકોટમાં બનેલ અગ્નિકાંડની ઘટનાના આઘાતમાંથી હજી પણ રાજકોટ અને ગુજરાત બહાર આવી શક્યું નથી. હજી પણ દરેક લોકો રાજકોટના TRP ગેમઝોનમાં મૃત્ય પામેલ વ્યક્તિઓને ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે. આ મામલે દિવસેને દિવસે નવા નવા મોટા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ મામલે જ એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. મળતી માહિતીને અનુસાર એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, ભાજપના બે નેતા પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠીયાના સંપર્કમાં છે. આ મામલે હવે ભાજપ અને કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. રાજકોટ TRPગેમઝોન અગ્નિકાંડમાં આરોપી અને પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયાની સીલ કરેલી ઓફિસમાં રાજકોટ ACB એ તપાસ કરતા તેમાંથી રૂ. 5 કરોડની રોકડ અને 15 કિલો સોનું મળી આવ્યું હતું.આ અંગેની તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની વકી છે. ત્યારે આ બાબતે હવે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો જોવા મળ્યો છે.

વ્યક્તિગત સબંધના કારણે કોઈ મળ્યું હોય શકે: રજની પટેલ

ભાજપના બે નેતા મનસુખ સાગઠીયાના સંપર્કમાં હોવાની ચર્ચા શરૂ થતા ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હવે આ મામલે ભારતીય જનતા પાર્ટી મહામંત્રી રજની પટેલએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે ભાજપના પક્ષના નેતાઓનો બચાવ કરતાં કહ્યું હતું કે, વ્યક્તિગત સબંધના કારણે કોઈ મળ્યું હોય શકે છે. ભાજપના મહામંત્રીએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, અગ્નિકાંડમાં કસૂરવાર સામે કડક પગલા ભરવામાં આવશે.ભાજપના મહામંત્રીના આ જવાબની સામે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.તેમણે કહ્યું હતું કે - આટલો મોટો વહીવટ સાગઠીયા એકલો ન કરી શકે.સાગઠીયાને ભાજપના નેતાનું નામ ન આપવા દબાણ કરાયું છે. વધુમાં તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, કેટલાક પદાધિકારીઓના નામ પોલીસે નોંધ્યા નથી.

Advertisement

પૂર્વ TPO મનસુખ સાગઠીયાના ઓફિસમાંથી રોકડ રકમ મળી તે દેખાડી નથી: ઇન્દ્રનીલ રાજ્યુગુરુ

Advertisement

પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વધુમાં ગુજરાત ફર્સ્ટ સાથે પણ વાતચીત કરી હતી.તેમાં તેમણે કહ્યું હતું કે,મનસુખ ભાઈ સાગઠિયા પાસેથી ગઇકાલે કરોડો રૂપિયાના પૈસા અને સોનું પકડાયું હતું. મને જે માહિતી મળી છે તેના અનુસાર સરકાર તરફથી સૂચના આપવામાં આવી હતી કે, પકડાયેલ પૈસામાંથી ફક્ત 30-40 ટકા જ દેખાડવું અને બાકીનું ન દેખાડવું. તદુપરાંત સગાંઠિયા હવે જે કાઇ પણ છે તે પાશેરામાં પૂણી બરબાર છે.કોઈ બિલ્ડર આ ડરના માહોલમાં બોલશે નહીં પરંતુ જ્યારે પણ બહુમાળી ઇમારત બને છે ત્યારે તેના કરોડોમાં વહીવટ થાય છે.

આ પણ વાંચો : SURAT : દારૂનો ધંધો કરતા નરાધમે 5 વર્ષની બાળકી સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

Tags :
Advertisement

.

×