Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બે ફૂટ લાંબા નખ ધરાવનાર અરજણભાઇને લોકો અરજણભાઇ નખવાળા તરીકે ઓળખે છે

આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ ભુજ તાલુકાના કુંદનપર ગામના અરજણભાઈને નાનપણથી પોતાના હાથની આંગળીના નખ વધારવાનો શોખ રહ્યો છે. આ શોખના કારણે હવે પરિચતોમાં તેઓ અરજણભાઈ નખવાળા તરીકે જાણીતા બન્યા છે. નખ વધારવાનો શોખ ધરાવતા અરજણ પ્રેમજી વેકરિયા...
બે ફૂટ લાંબા નખ ધરાવનાર અરજણભાઇને લોકો અરજણભાઇ નખવાળા તરીકે ઓળખે છે
Advertisement

આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ ભુજ તાલુકાના કુંદનપર ગામના અરજણભાઈને નાનપણથી પોતાના હાથની આંગળીના નખ વધારવાનો શોખ રહ્યો છે. આ શોખના કારણે હવે પરિચતોમાં તેઓ અરજણભાઈ નખવાળા તરીકે જાણીતા બન્યા છે. નખ વધારવાનો શોખ ધરાવતા અરજણ પ્રેમજી વેકરિયા ખેતીવાડી કરે છે

નિયમિત સાફ સફાઈ અને દરકાર લેવી પડે છે

Advertisement

વધેલા નખના કારણે દૈનિક કે વ્યવસાયમાં તકલીફ જરાય પડતી નથી તેવું અરજણભાઈ કહે છે. પરંતુ શિયાળા દરમિયાન નખ તૂટી ન જાય તે માટે ગરમ સ્વેટર કે જેકેટ પહેરી શકતા નથી. હાલ ડાબા હાથમાં બે ફૂટ સુધી નખ વધી ગયા છે. જેની નિયમિત સાફ સફાઈ અને દરકાર લેવી પડે છે. તૂટી ન જાય તે માટે આંગળી અને અંગૂઠા પર નખના મૂળ ફરતે દોરા બાંધી રાખવા પડે છે.

Advertisement

ઘણા લોકો મારી સાથે મોબાઈલ ફોનમાં સેલ્ફી લેતા હોય છેઃ અરજણભાઇ 

અરજણભાઇ કહે છે કે નખના કારણે બહાર જવાનું થાય ત્યારે ઘણા લોકો મારી સાથે મોબાઈલ ફોનમાં સેલ્ફી લેતા હોય છે, ક્યારેક જાહેર સ્થળે કોઈને અજુગતું પણ લાગે છે. જોકે લોકોને શુ લાગે તેની ચિંતા વિના મારો શોખ પાળુ છે જેના દ્વારા મને ખુબ આનંદ મળે છે. આમતો નાનપણથીજ હું હાથમાં નખ વધારતો હતો પણ છેલ્લા નવ વર્ષથી બે નખ ટકાવી રાખવા ખાસ દરકાર રાખું છું.

Tags :
Advertisement

.

×