સુરતના વિવિધ પોલીસ મથકોમાં રખડતા ઢોર પકડવાના મામલે પાલિકાની ટીમ પર થયેલા હુમલાની પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની ઘટનામાં સતત વધારો થયો છે. સુરત મહાનગર પાલિકાના સ્ટાફ પર હુમલો કરી, ઝપાઝપી કરવાની સાથે ઢોર છોડાવી નાસી છુટવાની ઘટના હવે સુરતમાં સામન્ય બની છે. રખડતા ઢોરોને પકડવા માટે ગયેલા પાલિકાના કર્મચારીઓ પર હુમલો કરી ઇજાગ્રત થયા હોવાની વધુ એક ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
સુરત ખાતે આજે ફરી પશુપાલકો ઝપાઝપી કરી પાલિકાના માર્કેટ ખાતાની ટીમને માર મારી ઈજાગ્રસ્ત કરી ઢોરોને છોડાવી ભાગી ગયા હતા. શહેરના શાક માર્કેટમાં રખડતાં ઢોરની વારંવાર ફરિયાદ નોંધાઈ રહી છે. જેમાં આજે કાપોદ્રાના ભક્તિ નગર ખાતે આવેલા શાક માર્કેટમાં કામગીરી કરવા ગયેલી ઢોર પાર્ટી પર પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પશુ પાલકો દ્વારા કાર્યવાહી અટકાવવાનો પ્રયાસ કરાયો હતો. ત્રણ ઢોર ચડ્યા બાદ બે પશુપાલકો મનપાના કર્મચારીઓ સાથે અપશબ્દ બોલી ઝપાઝપી કરી હુમલો કર્યો હતો. સાથે જ પોતાના ઢોર પણ તેઓ છોડાવી ગયા હતા જે બાદ પાલિકાના અધિકારીઓએ કાપોદ્રા પોલીસમાં હુમલો કર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પાલિકાના માર્કેટ ખાતાના અધિકારીએ જણાવ્યું હતું કે, કાપોદ્રા વિસ્તાર ખાતે આવેલા ભક્તિ નગર શાક માર્કેટમાં ઢોર પકડવા મામલે અવારનવાર કર્મીઓ ઉપર હુમલા થઈ રહ્યા છે. જોકે, એ સ્થળે રખડતાં ઢોરને કારણે સ્થાનિક સહિત રાહદારીઓને હાલાકી થતી હોવાની અસંખ્ય ફરિયાદો આવી હતી. જેને પગલે પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી. પરંતુ મનપાની ટીમ કામગીરી કરી રહી હતી એ દરમિયાન કાપોદ્રા વિસ્તારમાં ઢોર પકડવા માટે ગયેલી એક ટીમને ઇજાગ્રસ્ત કરી ત્યાંથી રવાના કરવામાં આવી હતી.
વધુમાં તેમણે કહ્યું હતું કે, આજે બપોરના સમયે પાલિકાના એસએસઆઈ જયંત પરમાર અન્ય કર્મચારીઓને લઈ કાપોદ્રા વિસ્તારમાં ઢોર પકડવા ઢોર ડબ્બો લઈને પહોંચ્યા હતા. તે બાદ ટીમ દ્વારા ત્રણ ઢોરને કર્મીઓએ ઝડપી પાડ્યા હતા. પરંતુ આ કાર્યવાહી દરમિયાન એકાએક એ સ્થળે પશુપાલકો ધસી આવ્યા હતા અને તેમના દ્વારા પાલિકા કર્મી જયંત પરમારનો કોલર પકડીને ઝપાઝપી કરી હતી. જે બાદ મનપાના કર્મીઓ પણ ગભરાઈ ગયા હતા. આ ઘટના દરમિયાન અન્ય કર્મચારીઓ દ્વારા બચાવ કરવાનો પણ પ્રયાસ કરાયો હતો. તેમ છતાં પશુપાલકો મનપાના કર્મીઓને ધમકી આપીને ઢોર છોડવાનીને નાસી છૂટયા હતા.
શહેરમાં આજે વધુ એક વખત રખડતાં ઢોર ને લઈ મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે. ઢોર પકડવા માટે ગયેલી મહાનગર પાલિકાની ટીમ પર પશુપાલક તૂટી પડ્યા હતા. જેના કારણે ભારે ચક્ચાર મચી જોવા મળી હતી. ઘટના બાદ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા કર્મીઓ દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કાપોદ્રામાં મનપા કર્મીઓ પર હુમલો થયા બાદ એ વિસ્તારનું વાતાવરણ તંગ બન્યું હતું. સમગ્ર ઘટનાની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકે પહોંચી હતી. ઈજાગ્રસ્ત થયેલા એસએસઆઈ જયંત પરમાર દ્વારા કાપોદ્રા પોલીસ મથકે પહોંચીને હુમલો કરનાર બન્ને પશુપાલકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ બન્ને આરોપીઓ વિરૂદ્ધ કાપોદ્રા પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો – સુરત: ક્રાઈમ બ્રાંચે ચોક બજારમાં ચોરીની બે કાર સાથે આરોપીને ઝડપી લીધો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ – રાબિયા સાલેહ