Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dediapada : MLA ચૈતર વસાવાના સમર્થનમાં બંધનું એલાન

ડેડિયાપાડામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત MLA ચૈતર વસાવાના સમર્થનમાં બંધનું એલાન બંધને નિષ્ફળ બનાવવા સાંસદ મેદાને ઉતર્યા મનસુખ વસાવાએ વેપારીઓને કરી અપીલ વનકર્મી પર હુમલાના કેસમાં ધારાસભ્ય ફરાર નર્મદા પોલીસ દ્વારા ચૈતર વસાવાની શોધખોળ હુમલાના કેસમાં 3 આરોપી હાલ જેલ હવાલે...
dediapada   mla ચૈતર વસાવાના સમર્થનમાં બંધનું એલાન
Advertisement

ડેડિયાપાડામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
MLA ચૈતર વસાવાના સમર્થનમાં બંધનું એલાન
બંધને નિષ્ફળ બનાવવા સાંસદ મેદાને ઉતર્યા
મનસુખ વસાવાએ વેપારીઓને કરી અપીલ
વનકર્મી પર હુમલાના કેસમાં ધારાસભ્ય ફરાર
નર્મદા પોલીસ દ્વારા ચૈતર વસાવાની શોધખોળ
હુમલાના કેસમાં 3 આરોપી હાલ જેલ હવાલે

MLA ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાતા તેમના સમર્થનમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવા માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. વિસ્તારના સાંસદ મનસુખ વસાવા પણ બંધને નિષ્ફળ બનાવવા મેદાનમાં ઉતર્યા હતા.

Advertisement

ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ

Advertisement

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન કર્મીને માર મારી હવામાં ફાયરિંગ કર્યું હોવા બાબતનો પોલીસમાં ગુનો નોંધાયો હતો. ચૈતર વસાવા સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા ડેડિયાપાડામાં ભારેલા અગ્નિ જેવો માહોલ જોવા મળ્યો છે.

ચૈતર વસાવાના સમર્થકોએ ડેડિયાપાડા બંધનું એલાન આપ્યું

ધારાસભ્ય સામે ખોટો ગુનો નોંધાયો હોવાનું જણાવીને ચૈતર વસાવાના સમર્થકોએ ડેડિયાપાડા બંધનું એલાન આપ્યું હતું. બંધને નિષ્ફળ બનાવવા સાંસદ મનસુખ વસાવા પણ મેદાનમાં આવી ગયા હતા અને તેમણે બજારમાં જઇને વેપારીઓને બંધના એલાનમાં ના જોડાવા અપીલ કરી હતી.

નર્મદા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

બંધના એલાનના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવા માટે નર્મદા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સમગ્ર વિસ્તારમાં ગોઠવી દેવાયો છે. ડીવાયએસપી તથા 5 પીઆઇ અને 8 પીએસઆઇ સહિત 100થી વધુ પોલીસ જવાનોને ડેડિયાપાડામાં ખડકી દેવાયા છે.

ચૈતર વસાવા હાલ ફરાર

ઉલ્લેખનિય છે કે આ ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવા હાલ ફરાર છે અને પોલીસ દ્વારા તેમની શોધખોળ કરાઇ રહી છે. સમગ્ર મામલામાં પોલીસે અત્યારે 3 વ્યક્તિની ધરપકડ કરી છે.

આ પણ વાંચો---HEART ATTACK : પ્રિ કોવિડમાં જેટલા કેસ થતા હતા, પોસ્ટ કોવિડ પણ તેટલા જ છે

.

Tags :
Advertisement

.

×