Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BHARUCH : દેશી દારૂના અડ્ડા ઉપર પોલીસની ઉઘરાણીના સંખ્યાબંધ CCTV ફૂટેજ આવ્યા સામે

BHARUCH : ભરૂચ (BHARUCH) જિલ્લામાં દેશી દારૂનું વેચાણ થતું હોય અને પોલીસ અજાણ હોય તે વાત ગળે ન ઉતરે તેવા સીસીટીવી સામે આવ્યા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારના ઝુપડપટ્ટીમાં દેશી દારૂનું ધૂમ વેચાણ ચાલે છે અને સંખ્યાબંધ મહિલા પોલીસ સહિત પુરુષ...
bharuch   દેશી દારૂના અડ્ડા ઉપર પોલીસની ઉઘરાણીના સંખ્યાબંધ cctv ફૂટેજ આવ્યા સામે
Advertisement

BHARUCH : ભરૂચ (BHARUCH) જિલ્લામાં દેશી દારૂનું વેચાણ થતું હોય અને પોલીસ અજાણ હોય તે વાત ગળે ન ઉતરે તેવા સીસીટીવી સામે આવ્યા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારના ઝુપડપટ્ટીમાં દેશી દારૂનું ધૂમ વેચાણ ચાલે છે અને સંખ્યાબંધ મહિલા પોલીસ સહિત પુરુષ પોલીસકર્મીઓ વિવિધ વાહનો ઉપર સિવિલ ડ્રેસમાં રૂપિયાની ઉઘરાણી કરવા આવતા હોવાના ચોકાવનારા સીસીટીવી સામે આવી ગયા છે.

Advertisement

ભરૂચ (BHARUCH) જિલ્લામાં સંખ્યાબંધ વિસ્તારોમાં દેશી દારૂનું વેચાણ થતું હોય છે. પરંતુ જો અવાજ ઉઠાવે તો પોલીસ ઉલટા ચોર કોટવાલકો દાટે તેઓ ઘાટ ઉભો થતો હોય છે. પરંતુ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં લીંબુ છાપરી વિસ્તારના એક વ્યક્તિએ પોતાના ઘર ઉપર લગાવી દીધા સીસીટીવી અને દેશી દારૂના અડ્ડા ઉપર રૂપિયાની ઉઘરાણી કરવા આવતા ડિ સ્ટાફ જવાનોના હપ્તા ખોરીના વિડીયો કબજે કરી લીધા છે અને સમગ્ર સીસીટીવી સામે આવ્યા છે.સ્લમ વિસ્તારમાં દેશી દારૂનું વેચાણ ચાલતું હોય અને પોલીસની વહેમ નજર હેઠળ દેશી દારૂનું વેચાણ એટલા માટે થઈ રહ્યું છે કે પોલીસના જવાનોને દેશી દારૂનું વેચાણ કરતી મહિલા બિન્દાસ હાથો હાથ રૂપિયા આપી રહી હોય અને પોલીસકર્મી રૂપિયા હાથો હાથ લઇ ગજવામાં નાખી રહ્યા હોવાના ચોકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવી ગયા છે.

Advertisement

સરકારના પગારથી ઘણા પોલીસ જવાનોનું પેટ ભરાતું નથી અને એટલા માટે જ દેશી દારૂ ઉપર ઉઘરાણું કરવા જવાની ફરજ પડતી હોવાના ચોકાવનારા સીસીટીવી ચર્ચાનું કેન્દ્ર બની ચૂક્યા છે. ભરૂચમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને પોલીસકર્મીઓ પણ બિન્દાસ મહિલા બુટલેગર પાસેથી રૂપિયા લઈ રહ્યા હોવાના ચોકાવનારા સીસીટીવી ભરૂચ પોલીસ માટે શરમજનક સાબિત થઈ ગયા છે

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો : રાજકોટ અગ્નિકાંડમાં સૌથી મોટા સમાચાર! બે તત્કાલીન PI ને કરાયા સસ્પેન્ડ

Tags :
Advertisement

.

×