Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BHARUCH : ઇદના તહેવારને લઈ મુલાકાત ન થતા જેલ બહાર જ કેદીના પરિવારે મચાવ્યો હોબાળો

ભરૂચ ( BHARUCH ) જિલ્લા જેલ ખાતે ઇદના પવિત્ર તહેવારના સમયે કાચા કામના કેદીઓને પરિવાર સાથે મુલાકાત કરવા દેવામાં ન આવતા ભારે રોષ જોવા મળ્યો હતો અને આડા દિવસે મુલાકાત નિયમ મુજબ કરવા જઈએ છીએ તેમ પણ જેલરે કહ્યું હતું....
bharuch   ઇદના તહેવારને લઈ મુલાકાત ન થતા જેલ બહાર જ કેદીના પરિવારે મચાવ્યો હોબાળો
Advertisement

ભરૂચ ( BHARUCH ) જિલ્લા જેલ ખાતે ઇદના પવિત્ર તહેવારના સમયે કાચા કામના કેદીઓને પરિવાર સાથે મુલાકાત કરવા દેવામાં ન આવતા ભારે રોષ જોવા મળ્યો હતો અને આડા દિવસે મુલાકાત નિયમ મુજબ કરવા જઈએ છીએ તેમ પણ જેલરે કહ્યું હતું. પરંતુ તહેવારના દિવસે મુલાકાત ન થતા ઘણા પરિવારજનો જિલ્લા જેલ ઉપર જ ગંભીર આક્ષેપ કરી રોષ વ્યક્ત કર્યો હતો.

જેલ બહાર થયો ભારે હોબાળો

ભરૂચ ( BHARUCH ) જિલ્લા જેલ ખાતે જાસુસી કાંડના નયન કાયસ્થને માર મરાયો હોવાના પ્રકરણમાં સાત લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને બીજા દિવસે ઈદ હોવાના કારણે જે સાત લોકોએ માર માર્યો હોય તેમના પરિવારજનો તેમને મળવા જિલ્લા જેલ ખાતે સવારે એકત્ર થયા હતા. પરંતુ કાચા કામના કેદીઓને મળવા ન દેતા હોવાના આક્ષેપ સાથે મારા મારીમાં સાત લોકો પણ ઇજાગ્રસ્ત હોવાના આક્ષેપો તેઓના પરિવારજનોએ કરી ભરૂચ જિલ્લા જેલ બહાર ભારે હોબાળો મચાવ્યો હતો. અને જિલ્લા જેલમાં તહેવારના દિવસે જ કાચા કામના કેદીઓને તેમના પરિવાર સાથે મુલાકાત કરવા દેવામાં ન આવતા અને વધુ પ્રમાણમાં લોકો એકત્ર થતાં બી ડિવિઝન પોલીસને જાણ કરાતા બી ડિવિઝન પોલીસ કાફલો પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો.

Advertisement

BHARUCH JAIL

BHARUCH JAIL

Advertisement

ઈદના પવિત્ર તહેવારે પણ કાચા કામના કેદીઓને તેના પરિવાર સાથે મુલાકાત ન કરવા દેવાને લઈ વિવાદ ઊભો થયો હતો અને જિલ્લા જેલના જેલરે કહ્યું હતું - અમે નામદાર કોર્ટના અને એના પરિપત્રને ફોલો કરીએ છીએ, આડા દિવસે પણ મુલાકાત કરવા દઈએ છીએ પરંતુ અત્યારે મુલાકાત કરવા દઈએ તો કાયદાની વિરુદ્ધ હોવાના કારણે મુલાકાત કરવા દીધી નથી. પરંતુ, નિયમ મુજબ મુલાકાત અર્થે આવશે તો કરવા દઈશું એમ કહી જિલ્લા જેલના જેલરે પણ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, જિલ્લા જેલ ખાતે ઇદના તહેવારને લઈ જે 7 જણા ઉપર મારામારીની ફરિયાદ નોંધાઈ છે તેમના પરિવારજનો તેમને મળવા આવ્યા હતા. પરંતુ જેલ સત્તાધીશો દ્વારા મુલાકાત કરવા દેવામાં ન આવતા મારામારી પ્રકરણમાં સાત લોકોને પણ ઈજા થઈ હોય અને એટલા માટે જેલ સત્તાધીશો મળવા દેતા ન હોવાનો આક્ષેપ પણ કાચા કામના કેદીના પરિવારજનોએ કર્યો હતો.

અહેવાલ : દિનેશ મકવાણા

આ પણ વાંચો : Surat rape: ભાડૂતી રહેતી, એસ.ટીમાં સવારી કરતી યુવતી સાથે બસ ચાલકનું દુષ્કૃત્ય

Tags :
Advertisement

.

×