અહેવાલ – દિનેશ મકવાણા, ભરૂચ
ભરૂચના સતત ભરચક વિસ્તાર એવા શક્તિનાથમાં વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા હતા અને બ્યુટી પાર્લર અને રેસ્ટોરન્ટને નિશાન બનાવ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં બ્યુટી પાર્લરમાંથી રોકડા અને હોમ થિયેટર ઉઠાવી ગયા હોવાની ઘટના સામે આવતા તસ્કર ટોળકીમાં કાચ ફોડતી વેળા એક તસ્કર ઇજાગ્રસ્ત પણ થયો હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.
સલૂન માંથી તસ્કરાઓના લોહીના ડાઘા મળતા ચકચાર
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા મહાકાળી માતાના મંદિરની સામે ઇન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટર આવેલું છે. આ શોપિંગ સેન્ટરમાં મેજીક બ્યુટી સલૂનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. આ બ્યુટી સલૂનનું આગળ પાર્ટીશન હોવાના કારણે તસ્કરે અંદર ઘૂસવા માટે પોતાના હાથથી કાચ તોડ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઇ રહ્યું છે. કારણ કે જે સલૂનમાં તસ્કરો ત્રાટક્યા હતા તેમાં લોહીના ડાઘા અને તસ્કર ટોળકી પોતાની સાલ પણ છોડી ગયા હતા. સવારે આવતા જ સલૂનમાં ચોરી થઈ હોવાનું સામે આવતા સલુન માલિક ચિંતામાં મુકાઈ ગયા હતા અને તાબડતોબ નજીકના પોલીસ મથકે દોડી ગયા હતા.
ખુલ્લા મોઢે તસ્કરી કરી પોલીસને ખુલ્લો પડકાર
વધુમાં બાજુના જ રેસ્ટોરન્ટને પણ તસ્કરો નિશાન બનાવ્યું હોવાની ઘટના સામે આવી છે. રેસ્ટોરન્ટમાં પણ ગલ્લામાં રહેલા રોકડા રૂપિયાની તસ્કરી કરી ગયા હોવાનું સામે આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રેસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવી ફૂટે ચેક કરવામાં આવતા તસ્કર ટોળકી ખુલ્લા મોઢે તસ્કરીને અંજામ આપી રહી હોવાની ઘટના સામે આવી હતી. જાણે તસ્કર ટોળકી પોલીસને પણ ખુલ્લા મોઢે ચોરી કરી પડકાર ફેંકી રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
હાલ તો પોલીસ જ સીસીટીવી ફૂટેજના આધારે અને જો તસ્કર અને ઈજા થઈ હોય તો તે કયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ગયો છે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે અને તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત કરી છે સલૂન સંચાલક હાલ તો તસ્કરો સામે આક્રોશ વ્યક્ત કરી રહી છે.
આ પણ વાંચો — BSF ગુજરાત દ્વારા પોલીસ સ્મારક દિવસની ઉજવણી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે