Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Chhota udaipur: કવાંટ તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ, ધરતીપુત્રો થયા ચિંતાતુર

Chhota udaipur: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રો તેમજ ઈંટ ઉત્પાદકોના જીવ તાળવે બંધાયા હતા. તમને જણાવી દઇએ કે, અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલ બંધાયો હતો. આ સાથે બીજી તરફ વાતાવરણમાં પલટો આવતાની સાથે જ નગર...
chhota udaipur  કવાંટ તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ  ધરતીપુત્રો થયા ચિંતાતુર
Advertisement

Chhota udaipur: છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ વરસતા ધરતીપુત્રો તેમજ ઈંટ ઉત્પાદકોના જીવ તાળવે બંધાયા હતા. તમને જણાવી દઇએ કે, અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલ બંધાયો હતો. આ સાથે બીજી તરફ વાતાવરણમાં પલટો આવતાની સાથે જ નગર સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ડબ્બા ગુલ થવા પામ્યો હતો. છોટાઉદેપુર જિલ્લામાં આજે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર વિસ્તારમાં વાદળછાયો વાતાવરણની સાથે જિલ્લાના કવાટ તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જોકે અનેક વિસ્તારોમાં વત્તા ઓછા પ્રમાણમાં વરસાદી માહોલે પોતાનો આગમન નોંધાવ્યો હતો.

જિલ્લાના કવાટ તાલુકામાં 6mm વરસાદ નોંધાયો હતો

ડિઝાસ્ટર શાખાના સૂત્રોના જણાવ્યા અનુસાર સાંજે 4 થી 6 માં કવાટ તાલુકામાં 6mm વરસાદ નોંધાયો હોવાની વિગતો સામે આવી છે. નોધનીય છે કે, કમોસમી વરસાદના કારણે જિલ્લાના ખેડૂતોના જીવ તાળવે બંધાયા છે, આ સાથે ઈંટ ઉત્પાદકોના જીવ પણ અધ્ધર થયા છે. જિલ્લાના કવાટ તાલુકા વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસતા ચોમાસા જેવો વાતાવરણનું નિર્માણ થતાં લોકોએ પણ તેનો આનંદ માણ્યો હતો. ભર ઉનાળે કમોસમી વરસાદના કારણે કેટલાક અંશે બળબળતા ઉનાળાની આકરી ગરમીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Advertisement

Advertisement

કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જીવ તાળવે બંધાયા

છોટાઉદેપુર જિલ્લામાં 8000 હેક્ટર વિસ્તારમાં ઉનાળુ પાક ઉભો છે. જોકે આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.એસ પંચાલના જણાવ્યા અનુસાર હાલ વરસાદની ગતિને જોતાં નુકસાનના અણસાર લાગી રહ્યા નથી. પરંતુ જો કે, સતત તેજ ગતિએ વરસાદ વરસે તો નુકસાન થઈ શકે છે તેમ જણાવ્યું હતું. હાલ 8000 હેક્ટર વિસ્તારમાં પાકની વાત કરીએ તો 400 થી 500 હેક્ટર વિસ્તારમાં મકાઈ પાક તેમજ અન્ય વિસ્તારમાં ઘાસચારો હોવાનું જાણવા મળી આવેલ છે.

વીજ પુરવઠો ખોરવાતા લોકો ત્રાહિમામ

છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ બંધાતાની સાથે જ વીજ પુરવઠો રિસામણે ગયો હતો. માત્ર વરસાદી માહોલનું નિર્માણ થતાની સાથે જ નગર સહિતના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા લોકો ત્રાહિમામ બફારાથી સેકાવા મજબૂર વશ થયા હતા. અત્રે એ પણ નોંધનીય છે કે, વરસાદી આગમને બત્તી ગુલ વર્ષો જૂની પરંપરા કહી શકીએ તે આજે પણ યથાવત સ્થિતિમાં જોવા મળી આવી હોવાનું લોકોમાં ચર્ચા કેન્દ્ર બન્યું હતું.

અહેવાલ: તોફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો: Unseasonal rains: અડધા ગુજરાતમાં વરસાદી તોફાન, પાકને નુકસાન થવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતાતુર

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, ખેતી નિયામકની કચેરીનો ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ

આ પણ વાંચો: Sabarkantha: સાબરકાંઠામાં સર્વત્ર વૈશાખી માવઠું; હિંમતનગર, ઇડર, વડાલી અને ખેડબ્રહ્મામાં પડ્યા કરા

Tags :
Advertisement

.

×