CHHOTA UDEPUR : વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આંબાઝટી ગામે આગમન થતા ગામની દીકરીઓએ કુમકુમ તિલક કરીને સંકલ્પ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું
અહેવાલ - તોફીક શેખ "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" છોટાઉદેપુરના ગામેગામ ભ્રમણ કરીને વંચિત લાભાર્થીઓના ઘરઆંગણે કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓ પહોંચાડી રહી છે. આ સંકલ્પ યાત્રાનું જેતપુર પાવી તાલુકાના આંબાઝટી ગામે આગમન થતા ગામની દીકરીઓએ કુમકુમ તિલક કરીને સંકલ્પ રથનું ઉષ્માભેર...
Advertisement
અહેવાલ - તોફીક શેખ
"વિકસિત ભારત સંકલ્પ યાત્રા" છોટાઉદેપુરના ગામેગામ ભ્રમણ કરીને વંચિત લાભાર્થીઓના ઘરઆંગણે કેન્દ્ર-રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓ પહોંચાડી રહી છે. આ સંકલ્પ યાત્રાનું જેતપુર પાવી તાલુકાના આંબાઝટી ગામે આગમન થતા ગામની દીકરીઓએ કુમકુમ તિલક કરીને સંકલ્પ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
જનજન સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડી ગ્રામીણ વિકાસને પાયાથી મજબુત કરીને આગામી વર્ષ ૨૦૪૭ સુધી ભારતને વિકસિત રાષ્ટ્રની હરોળમાં પહોંચાડવાની સંકલ્પ સાથે વડાપ્રધાન દ્રારા સંકલ્પ યાત્રાનો ઝારખંડ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.
આ વેળાએ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સરકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવીના ઘરઆંગણે પહોંચાડવા માટે આ સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. મહિલાઓ, યુવાનો, ખેડુતો સહિત ગરીબ-મધ્યમવર્ગના સર્વાંગી વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વડાપ્રધાન વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થયા છે. આદિવાસી સમુદાય પણ આશીર્વાદરૂપ બની રહેલી આયુષ્માન યોજના સહિતની તમામ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
“મેરી કહાની, મેરી જુબાની”થીમ અંતર્ગત પોષણલક્ષી યોજનાનો લાભ લેનારા કિશોરીઓએ આંગણવાડી તરફથી ઉપલબ્ધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ટીએચઆના પેકેટથી શારીરિક અને માનસિક વૃદ્ધિમાં આવેલા સકારાત્મક પરિવર્તન અંગે ગ્રામજનો જાગૃત કર્યા હતા. કાર્યક્રમ વેળાએ ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાકીય માહિતીની ફિલ્મ નિહાળીને વિકસિત ભારતના નિર્માણ અંગે સામુહિક શપથ લીધા હતા.
નોંધનીય છે કે, સંકલ્પ યાત્રા દરમિયાન પરંપરાગત માધ્યમો દ્વારા પણ ગ્રામજનોને યોજનાકીય માહિતી અંગે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગામના સરપંચને અભિલેખા પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
આયુષ્યમાન કાર્ડમાં મળતી ૫ લાખની સહાય બમણી થતા અમે સરકારના આભારી છીએ : લાભાર્થી મંજુલાબેન
છોટાઉદેપુરના જેતપુર તાલુકાના આંબાઝટી ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભાર્થી મંજુલાબેન રાઠવાએ જણાવ્યું કે, આયુષ્યમાન કાર્ડ અમારા માટે વરદાન રૂપ હતું જ પરંતુ તેની સહાય પણ બમણી થતા આનંદ થયો છે.તેમને વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન યોજનાઓનો લાભ સ્થળ પર જ આપવામાં આવે છે આ માહિતી મળતા તેઓએ પોતાના કાર્ડની સહાયની રકમ વધારવા માટે તપાસ કરી હતી.જ્યા તેમને સ્થળ પર જ આયુષ્માન કાર્ડ પર બમણી સહાય કરી કાર્ડ આપવામાં આવ્યું હતું.
મંજુલાબહેને કહ્યું કે હું અને મારો પરિવાર દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનીયે છીએ. હું આ સંકલ્ય યાત્રાના માધ્યમથી જેમને પણ આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બાકી છે તો તેઓ પોતોના ગામમાં રથ આવે ત્યારે આયુષ્યમાન કાર્ડ અવશ્ય કઢાવી લે, આયુષ્માન કાર્ડ માંદગીના સમયે મદદરૂપ આશીર્વાદ બની રહે છે.


