છોટાઉદેપુર તાલુકા પંચાયતની નરેગા શાખામાં સામાન્ય પ્રજાના કામો ન થતા હોવાના આક્ષેપ સાથે એક જાગૃત નાગરિક કર્મચારીઓ ઉપર રોષે ભરાયા હતા. છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીની શાખાઓ ઘણા સમયથી સતત વિવાદોના ઘેરામાં જોવા મળી રહી છે. ક્યાંક ભ્રષ્ટાચારના આક્ષેપો થતા સાંભળવા મળી રહ્યા છે, તો કર્મચારીઓની સ્થુળતા ભરી કામગીરીથી નારાજ જાગૃત નાગરિકોનો રોષ ચરમ સીમાએ પહોંચતા હોવાના બનાવો બનતા સાંભળવા અને જોવા મળી રહ્યા છે.
સોમવારના રોજ એક જાગૃત નાગરિક દ્વારા અરજદારના જોબકાર્ડ બનાવવા માટે કર્મચારી દ્વારા અખાડા કરતા હોવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે ધસી આવી અને રજૂઆત નરેગા વિભાગના કર્મચારીઓને કરવામાં આવી હતી. પરંતુ કર્મચારીઓના બહેરા કાનમાં આ અવાજ ન પહોંચતા મામલો બિચક્યો હતો. જો કે હાજર સૌ કોઈએ મામલો થાળે પાડવાના પ્રયત્નો આદર્યા હતા.
ભૂતકાળમાં છોટાઉદેપુર તાલુકાના એક ગામમાં પ્લાન્ટેશનમાં ભ્રષ્ટાચારના આક્ષેપો નરેગા વિભાગ સામે કરવામાં આવ્યા હતા
ટૂંકા ભૂતકાળમાં છોટાઉદેપુર તાલુકાના એક ગામમાં પ્લાન્ટેશનમાં ભ્રષ્ટાચારના આક્ષેપો નરેગા વિભાગ સામે કરવામાં આવ્યા હતા. જેની સહી સુકાઈ નથી તેવામાં જોબકાર્ડ બનાવવા માટે અખાડા કરવાની વાત સામે આવી રહી છે જોકે આ અંગે બાબુઓ કોઈ ફોડ પાડવા તૈયાર નથી.આથી પહેલા પણ તાલુકા પંચાયત કચેરી ના એક કર્મચારી ની કામગીરી સામે સવાલો ઉઠાવતા મામલો ગરમાયો હતો. જે પણ હેમખેમ રીતે શાંત પાડી દેવામાં આવ્યો હતો. ત્યારે ગમે તેવા ઢાંક પીંછાણા કરવામાં આવે પરંતુ જ્યાં સુધી બાબુઓ તેમની ફરજ પ્રત્યે વફાદાર નહીં બને ત્યાં સુધી આવા બનાવો બનતા કોઈ અટકાવી શકે તેમ નથી તેમજ દિન પ્રતિદિન છોટાઉદેપુર તાલુકા પંચાયતની છબીને ખરડાતા કોઈ રોકી શકે તેમ પણ નથી આ એક સત્ય હકીકત છે તેમ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.
અહેવાલ – તોફીક શેખ
આ પણ વાંચો : આજે રાત્રે ગમે ત્યારે જાહેર થઇ શકે BJP-Congress ની યાદી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ