અહેવાલ – વિજય માલી
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામમાં જાતિ વિષયક શબ્દને લઈને બે સમાજના જૂથે વચ્ચે ઉગ્ર બોલા ચાલી થઇ હતી. જે પછી મામલો બિચક્યો હતો અને વધુ એક વાર બબાલ સર્જાઈ હતી. અગાઉ પણ ગામેઠા ગામમાં રહેતા દલિત સમાજના વૃદ્ધનું અવસાન થતા 15 કલાક સુધી મૃતદેહ પડી રહ્યા બાદ મોડી સાંજે સવર્ણોની સુચનાથી દલિતોને ગામના સ્મશાનથી દૂર અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી. ત્યારે આજે એ ઘટનાના પડઘા ફરીથી પડતા પાદરા પોલીસ તેમજ જિલ્લા કક્ષાના અધિકારી DYSP સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે મામલો નિયંત્રણમાં લીધો હતો. જોકે ગામમાં અજંપાભરી શાંતિ છે.
પાદરા તાલુકાના ગામેઠા ગામમાં 15 દિવસ પેહલા દલિત સમાજના વૃદ્ધનું અવસાન થતા તેમના સમાજના તમામ લોકો આવી ગયા બાદ તેઓની અંતિમ યાત્રાની તૈયારીઓ કરવામાં આવી હતી. અને તેમના અંતિમ સંસ્કાર કરવા ગામમાં આવેલ એક માત્ર સ્મશાનમાં ગામના સરપંચના પતિ સહિત 13 લોકોએ ભારે વિવાદ સર્જાયો છે. 15 કલાક સુધી મૃતદેહ પડી રહ્યા બાદ મોડી સાંજે સવર્ણોની સુચનાથી દલિતોને સ્મશાનથી દૂર અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી. દલિત સમાજ સાથે થયેલા આ કૃત્ય થતાં સમાજના અગ્રણીઓ વડુ પોલીસ મથકે પહોંચ્યા હતા. અને અંતિમ સંસ્કાર કરવા ન દેનાર સરપંચના પતિ સહિત 13 સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ફરી બે સમાજના જૂથો વચ્ચે બબાલ થતા મામલો ફરીથી બિચકે નહિ તે માટે પોલીસનો કાફલો ગામમાં ખડકી દેવામાં આવ્યો હતો.
આ પણ વાચો – Ahmedabad News : મણિનગરમાં લૂંટના ઈરાદે ફાયરિંગ, સ્થાનિક લોકોએ જીવના જોખમે લૂંટારાને પકડ્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ