Gondal: ગોંડલ ભાગવતપરા વિસ્તારમાં એલસીબી પોલીસે પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ કારનો પીછો કરતાં ચાલક કાર રેઢી મૂકી ભાગી ગયો હતો. તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 311 મળી આવતા કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ.સી.ગોહીલ, ડી.જી.બડવા ની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા જે દરમિયાન ગોંડલ ભગવતપરા વાછરા ચોકડીએ શંકાસ્પદ મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ મોડલની કાર રજી.નં. GJ-06-CM-6116 કાર નીકળી હતી.
કારમાંથી ભારતીય બનાવટનો ઇગ્લીશદારૂનો જથ્થો મળ્યો હતો
ઉલ્લેખનીય છે કે, આ કાર રોકવા જતા કાર ચાલકે સુરેશ્વર ચોકડી બાજુ ભગાડેલ જે કાર શંકાસ્પદ જણાતા કારનો પીછો કરતા કાર ચાલક સુરેશ્વર રોડ માર્કઝ પબ્લીક સ્કુલ પાછળના ભાગે કાર રેઢી મુકી ભાગી ગયેલ હતો. કારમાંથી ભારતીય બનાવટનો ઇગ્લીશદારૂનો જથ્થો મળી આવતા કાર ચાલક વીરૂધ્ધ ગોંડલ સીટી પોલીસમાં પ્રોહીબીશન એકટ હેઠળ કાર્યવાહી કરવામા આવેલ હતી. મુદ્દામાલમાં ઇગ્લીશ દારૂની કંપની શીલપેક બોટલો નંગ-311 કિ.રૂ. 1,41,100/- તેમજ મારૂતી સુઝુકી કંપનીની સ્વીફ્ટ મોડલની કાર રજી.નં. GJ-06-CM-6116 કે જેની કિંમત રુપિયા 01,00,000/ જપ્ત કરવામાં આવી હતી.
2,41,100 રુપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો
મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, પોલીસે કુલ 2,41,100 રુપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની આ કામગીરીમાં એ.એસ.આઇ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, હેડકોન્સટેબલ અનીલભાઇ ગુજરાતી, પ્રહલાદસીંહ રાઠોડ, દિગ્વીજસીંહ રાઠોડ, રૂપકભાઇ બોહરા, ધર્મેશભાઇ બાવળીયા, ભાવેશભાઇ મકવાણા સહિતનાઓ જોડાયા હતાં. ગુજરાત પોલીસ અત્યારે ચૂંટણીને અલર્ટ થઈ ગઈ છે. પોલીસ દ્વારા અત્યારે ગુનેગારોને પકડવા માટે કાર્ય કરી રહીં છે.
શંકાસ્પદ કારનો પીછો કરતાં ચાલક ભાગી ગયો હતો
ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા ગોંડલ ભાગવતપરા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ કારનો પીછો કરતાં ચાલક કાર રેઢી મૂકી ભાગી ગયો હતો. અહીંથી પોલીસને વિદેશી દારૂની બોટલ નંગ 311 મળી આવતા કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી. અત્યારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.