ગુજરાત પોલીસ વિભાગ (Gujarat Police) માં તાજેતરમાં જ આઈપીએસ અધિકારીઓની મોટાપાયે બદલીઓ (IPS Transfer) થઈ છે. બદલીના દોર બાદ દાહોદ જિલ્લા પોલીસે (Dahod Police) ઈચ્છા શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. Dahod LCB ના એક PI બે PSI સહિત 23 પોલીસ કર્મચારીઓએ એક જ દિવસમાં રાજ્યભરમાં ધાડ અને ઘરફોડ ચોરી કરતાં 6 આરોપી તેમજ પ્રોહીબિશન કેસના 3 ફરાર આરોપીને એક જ દિવસમાં ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં બે આરોપીઓ મધ્યપ્રદેશના રહેવાસી છે અને આ બંને આરોપીઓ પર 10-10 હજાર રૂપિયાનું ઈનામ જાહેર થયેલું હતું. પંચમહાલ રેન્જ (Panchmahal Range) ના DIG આર વી અસારી (R V Asari IPS) એ ટીમમાં સામેલ અધિકારીને પ્રસંશાપત્ર અને કર્મચારીઓને રોકડ ઈનામી આપવાની જાહેરાત કરી છે.
દાહોદ જિલ્લામાં નવ નિયુક્ત પોલીસ વડા (Dahod SP) રાજદીપસિંહ ઝાલા (Rajdeepsinh Zala IPS) ના જણાવ્યાનુસાર એક દિવસમાં 9 આરોપીઓને પકડવામાં આવ્યા છે. 9 આરોપીઓ પૈકી 21 વર્ષથી ફરાર મોહન કાળીયાભાઈ ચારેલ (રહે. મધ્યપ્રદેશ) ને ઝડપી લેવાયો છે. જેને પકડવા પર 10 હજારનું રોકડ ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. દાહોદ, મહિસાગર અને પંચમહાલ જિલ્લામાં વર્ષ 2002થી 2013 દરમિયાન ધાડના અડધો ડઝન જેટલાં ગુના મોહન ચારેલે સાગરીતો સાથેમળીને આચર્યા હતાં. ઘરફોડ ચોરી કરવામાં માહેર દિનેશ સેટીયાભાઈ માવી (રહે. મધ્યપ્રદેશ) વડોદરા ગ્રામ્યના ઘરફોડ ચોરીના બે ગુનામાં 4 વર્ષથી વૉન્ટેડ હતો. ફરાર દિનેશ માવી પર પણ રૂપિયા 10 હજારનું ઈનામ જાહેર કરાયું હતું.
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જાદાખેરીયા ગામનો અપસીંગ મલાભાઈ પલાસ પણ 6 વર્ષથી ફરાર હતો. તાપી જિલ્લામાં વર્ષ 2017માં લૂંટ અને દાહોદ જિલ્લામાં બે ઘરફોડ ચોરીના ગુનામાં અપસીંગ પલાસ નાસતો ફરતો હતો. વર્ષ 2018 અને 2019માં સુરત ગ્રામ્ય અને કચ્છ ગાંધીધામમાં 6 ઘરફોડ ચોરીને અંજામ આપવાના ગુનામાં સરદાર મનજીભાઈ ભાભોર (રહે. દાહોદ) ફરાર હતો. દાહોદમાં વર્ષ 2019માં ઘરફોડ અને વર્ષ 2023માં અમદાવાદ ગ્રામ્યમાં લૂંટ કેસમાં શંકેશ રસુલભાઈ ભાભોર (રહે. દાહોદ) વૉન્ટેડ હતો. વર્ષ 2022ના મહેસાણા જિલ્લાના ઘરફોડ ચોરી કેસમાં ફરાર હિતેશ કાજુભાઈ ભાભોર (રહે. દાહોદ) ઝડપી લેવાયો છે. જ્યારે દાહોદના ઝાલોદ પોલીસ સ્ટેશનના વર્ષ 2022ના પ્રોહીબિશન કેસમાં સલમાન પઠાણ, ફારૂક પઠાણ (બંને રહે. રાજસ્થાન) અને સુરેશ ઠાકોર (રહે. મહિસાગર) ને ઝડપી લેવાયા છે.
ગણતરીના કલાકોમાં 9-9 આરોપીઓને પકડી લેવા માટે દાહોદ LCB એ જુદીજુદી ટીમ બનાવી હતી. બે ઈનામી આરોપી સહિત 9 ગુનેગારોને ઝડપી લેનારી ટીમમાં PI કે ડી ડીંડોર, PSI એમ એલ ડામોર, જે બી ધનેશા, ASI સોમાભાઈ રત્નાભાઈ, રવિન્દ્રસિંહ નરેન્દ્રસિંહ, હેડ કોન્સ્ટેબલ કરણભાઈ બચુભાઈ, હરપાલસિંહ નટવરસિંહ, ભરતભાઈ સોમાભાઈ, છત્રસિંહ કોદરભાઈ, જશપાલસિંહ નરેન્દ્રસિંહ, અશોકભાઈ ભીમજીભાઈ, રિકેશભાઈ ચીમનભાઈ, મહેશભાઈ નરવતભાઈ પોલીસ કોન્સ્ટેબલ મિલનસિંહ વનરાજસિંહ, મનહરભાઈ રાઘુભાઈ, મુકેશભાઈ મથુરભાઈ, પ્રિતકુમાર રમેશભાઈ, સરદારભાઈ સનાભાઈ, અલ્કેશભાઈ મોગાભાઈ, દિનેશભાઈ મોહનભાઈ, મહેશભાઈ તોફાનભાઈ, રવિન્દ્ર દિલીપભાઈ અને ભરતજી મેતાજીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : PORBANDAR : ઓવરસ્પીડે વાહન ચલાવનારોની હવે ખેર નથી, નવા SP ચાર્જ સંભાળતાની સાથે જ આવ્યા એક્શનમાં
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.