Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ICC World Cup 2023 : ફાઇનલ મેચ નિહાળવા માટે આવશે ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન

આગામી 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઇસીસી વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાવાની છે. ભારત અગાઉ જ ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચી ચુક્યું છે ત્યારે ક્રિકેટ રસીકોમાં ભારે રોમાંચ અને ઉત્સુકતા જોવા મળી રહી છે. અમદાવાદમાં યોજાનારી ફાઇનલ મેચમાં...
icc world cup 2023   ફાઇનલ મેચ નિહાળવા માટે આવશે ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન
Advertisement

આગામી 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઇસીસી વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાવાની છે. ભારત અગાઉ જ ન્યુઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચી ચુક્યું છે ત્યારે ક્રિકેટ રસીકોમાં ભારે રોમાંચ અને ઉત્સુકતા જોવા મળી રહી છે. અમદાવાદમાં યોજાનારી ફાઇનલ મેચમાં અનેક દિગ્ગજો મેચ નિહાળવા આવવાના છે જેમાં ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાનનો પણ સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાનની હાજરીને જોતાં શું ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં આવશે તેવો સવાલ ક્રિકેટ રસીકોના મનમાં ઉઠી રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચાર્ડ માર્લ્સ આવશે

Advertisement

ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચાર્ડ માર્લ્સ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ દરમિયાન અમદાવાદ આવશે. તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ મેચ નિહાળશે. આજે કોલકાતા ખાતે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દિલધડક સેમિફાઇનલ રમાઇ રહી છે તે પૂર્વે જ ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન મેચ નિહાળવા અમદાવાદ આવે તે ઘણું સૂચક છે.

Advertisement

મેચ નિહાળવા PM મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવી શકે

આઇસીસી વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતમાં અને અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવાની છે. આ માટે ગુરુવારે સાંજે ટીમ ઇન્ડિયા અમદાવાદ આવે તેવી શક્યતા છે. મેચ નિહાળવા PM મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવી શકે છે.

એરપોર્ટથી સ્ટેડીયમ સુધી VVIP મૂવમેન્ટ રહેશે

મેચને લઇને શહેર પોલીસ છાવણીમાં ફરવાશે તે નક્કી છે. અનેક વીવીઆઇપીઓ મેચ નિહાળવા આવી શકે છે તથા છઠ પૂજા હોવાના કારણે ઇન્દિરા બ્રિજ ખાતે પણ લોકોની ભીડ રહેશે જેથી બંને સ્થળે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. એરપોર્ટથી સ્ટેડીયમ સુધી VVIP મૂવમેન્ટ રહેશે. વિશ્વકપની ક્લોઝિંગ સેરમેનીને લઈ બોલીવુડ સ્ટાર પણ આવશે. દિગ્ગજોની હાજરીના કારણે નેશનલ એજન્સીઓ અને ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ છે.

આ પણ વાંચો---ભારતીય ક્રિકેટ ટીમનો વર્લ્ડ કપ ફાઈનલ મેચનો શું રહ્યો છે ઈતિહાસ, જાણો

Tags :
Advertisement

.

×