દેવભૂમિ દ્વારકા (Dwarka) જિલ્લાના રાણ ગામમાં અઢી વર્ષની બાળકી બોરવેલમાં ફસાઈ ગઇ હતી. જેને હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, બહાર કાઢી લેવામાં આવી છે. જોકે, હાલમાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મેડિકલ ટીમ દ્વારા તપાસ કર્યા બાદ સંપૂર્ણ માહિતી જલ્દી જ સામે આવશે.
8 કલાક બાદ તંત્રને મળી સફળતા
Dwarka જિલ્લાના રાણ ગામમા બાળકી બોરવેલમાં ફસાતા સૌ લોકોના શ્વાસ અદ્ધર થઇ ગયા હતા. અઢી વર્ષની એન્જલ નામની બાળકી રમતાં રમતાં બોરવેલમાં પડી જતાં તાત્કાલિક વહિવટીતંત્રને જાણ કરાઇ હતી. તે પછી તાત્કાલિક દેવભૂમિ દ્વારકાના તંત્ર દ્વારા બાળકીને બચાવાના પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. NDRF ની ટુકડીને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. એન્જલ ઓપરેશન અંદાજે 8 કલાક જેટલું ચાલ્યું પણ આખરે તંત્રને સફળતા મળી. મળી રહેલી માહિતી અનુસાર, હાલમાં બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી છે.
બોરવેલમાં અંદાજે 30 ફૂટ ઊંડે ફસાઇ હતી બાળકી
નાની બાળકી રમતા રમતા બોરવેલમાં અંદાજે 30 ફૂટ ઊંડે ફસાયેલી હતી. તંત્રને જ્યારે આ વિશે જાણ થઇ ત્યારે તેને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને ડોક્ટરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ડિફેન્સ, NDRF અને SDRFની ટીમ પણ બાળકીના બચાવ કાર્યમાં લાગી હતી. બાળકી જે બોરવેલમાં ફસાઈ ગઇ હતી તેની પહોળાઈ માત્ર 8 ઈંચ છે. જ્યારે ઊંડાઈ લગભગ 30 ફૂટ જેટલી છે. આ દરમિયાન સ્થળ પર ધારાસભ્ય પબુભા માણેક, કલેક્ટર અશોક શર્મા, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય સહિત ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાતોની ટીમો હાજર રહી હતી.
પરિવાર સહિત સમગ્ર ગામમાં રોકકળ મચી હતી
આજે Dwarka જિલ્લાના રાણ ગામમાં કાળુ કંપી ઉઠે તેની ઘટના સર્જાઇ હતી. રાણ ગામમાં રહેતી એન્જલ સાખરા નામની બાળકી રમતાં રમતાં 30 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગઇ હતી. બોરેવલમાં બાળકી ફસાઇ જતાં તેના પરિવાર સહિત સમગ્ર ગામમાં રોકકળ મચી ગઇ હતી.
આ પણ વાંચો – DEVBHUMI DWARKA: 30 ફૂટ ઉંડા બોરવેલમાં બાળકી ફસાઈ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ