Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

DWARKA : શોર્ટ સર્કિટના કારણે રહેણાંક મકાનમાં લાગી આગ, હ્રદય કંપાવતી ઘટનામાં એક જ પરિવારના ચાર લોકો ભડથું

DWARKA : દ્વારકામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દ્વારકામાં એક ઘરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ જીવલેણ ઘટનામાં  2 મહિલા, એક પુરૂષ અને એક બાળક સહિત ચાર લોકો ભડથું બન્યા છે. આગની ઘટના સવારે 3 થી 4...
dwarka   શોર્ટ સર્કિટના કારણે રહેણાંક મકાનમાં લાગી આગ  હ્રદય કંપાવતી ઘટનામાં એક જ પરિવારના ચાર લોકો ભડથું
Advertisement

DWARKA : દ્વારકામાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દ્વારકામાં એક ઘરમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ જીવલેણ ઘટનામાં  2 મહિલા, એક પુરૂષ અને એક બાળક સહિત ચાર લોકો ભડથું બન્યા છે. આગની ઘટના સવારે 3 થી 4 વચ્ચે બની હતી. આગની આ ભીષણ ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં ચકચાર થવા પામ્યો છે. મકાનમાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ આગ શોર્ટ સર્કિટ થી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ યોગ્ય તપાસ બાદ આગ લાગવા પાછળનું મુખ્ય કારણ સામે આવી શકે તેમ છે.

Advertisement

એક જ પરિવારના ચાર લોકો આગમાં ભડથું

દ્વારકાના ( DWARKA ) આદિત્ય રોડ પર રહેણાંક મકાનમાં લાગી આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘરમાં અચાનક જ આગ લાગતા એક જ પરિવારના ચાર લોકો આગની ચપેટમાં આવ્યા છે અને તેમના કરૂણ મોત નિપજ્યાં છે. આગના કારણે ફેલાતા ધુમાડા અને ઝાકળને કારણે ઘરમાં રહેતા લોકોના શ્વાસ રૂંધાયા હતા અને ચાર લોકોના મોત થયા હતા.આ ઘટનામાં પાવન કમલેશ ઉપાધ્યાય (30), તિથિ પવાન ઉપાધ્યાય (27), ધ્યાના (7 માસ), ભામિનીબેન કમલેશભાઈ ઉપાધ્યાય (પાવનના માતા) એ પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી હ્રદય કંપાવતી ઘટનામાં ચાર લોકો ભોગ બનતા દ્વારકા ( DWARKA ) ગૂગળી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Advertisement

રહેણાંક મકાનમાં લાગેલ આ આગ કેટલી ભયંકર હશે તેનો અંદાજો ઘરની હાલત જોઈને લગાવી શકાય છે. જો કે આગ લાગવા પાછળનું કોઈ કારણ હાલ સામે આવ્યું નથી. આ ભયંકર ઘટના બાદ મૃતદેહને હોસ્પિટલ ખાતે પીએમ અર્થે  ખસેડવામાં આવ્યા છે અને પોલીસે સમગ્ર બાબત અંગે હાલ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : AMRELI : ઉમેદવાર જાહેર થયા બાદ ઉકળતા ચરુ જેવી સ્થિતિ, ભાજપના જ બે જુથ આવ્યા સામ-સામે

Tags :
Advertisement

.

×