ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઇડીસી આરતી ઇન્ડસ્ટ્રીયલ કંપની પર ફરિયાદી કન્સ્ટ્રક્શનનું કોટેશન આપવા આવ્યો હતો તે દરમિયાન ૬ઙથી ૭ ફોર વ્હીલ ગાડીમાં આવેલા લોકોએ આડેધડ ફાયરિંગ કરતા ૮થી ૧૦ રિવોલ્વરથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું સાથે જ હથિયારો સાથે હુમલો કરતા એક વ્યક્તિને ધાર્યું વાગી જતા ગંભીર ઈજા થઈ હતી અને પંથકમાં ભયનો માહોલ ઉભો થયો હતો પોલીસ એ સ્થળ પર દોડી આવી કાર્યવાહી શરૂ કરી હતી
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની જીઆઇડીસીમાં આવેલી આરતી ઇન્ડસ્ટ્રીયલ કંપની ઉપર રજનીશ રાજુ વસાવા કન્સ્ટ્રક્શનના કોટેશન આપવા માટે ગયા હતા તે દરમિયાન કંપની નજીક જ ૬થી ૭ ફોરવીલ ગાડીમાં આવેલા લોકોએ અચાનક ઉતરી ગાડીમાંથી ઉતરી 8 થી 10 લોકોએ પોતાની પાસે રહેલી રિવોલ્વર માંથી આડેધડ ફાયરિંગ શરૂ કર્યું હતું જેના પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી ગાડીમાં આવેલા લોકોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો જેમાં અરુણ વસાવા નામના વ્યક્તિને ધાર્યું વાગ્યું હતું જ્યારે અન્ય લોકોને ભાગમભાગી થતા બચાવ થયો હતો પરંતુ બપોરના સમયે આડેધડ ફાયરિંગ કરવામાં આવતા ફિલ્મી જેવા દ્રશ્યો સર્જાયા હતા
ફોરવીલ ગાડીમાં આવેલા લોકોએ ફાયરિંગ કરી રજનીશ વસાવા અને તેમના માણસોને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફાયરિંગ કરવા છતાં રજનીશ વસાવા અને તેમના સાથી મિત્રોને કોઈ મોટી હોનારત થઈ ન હતી પરંતુ ફોરવિલ ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી અને 8 થી 10 ફોરવીલ વાહનોને મોટું નુકસાન કર્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે રજનીશ વસાવાએ ઝઘડિયા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેના પગલે પોલીસે પણ ફોરવિલ ગાડીમાં આવેલા લોકો સામે હથિયાર ધારા હત્યાનો પ્રયાસ કરવા સહિત તેમજ વિવિધ ipc ની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે
આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપની નજીક ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની જાણ સ્થાનિક પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ ઉપરથી વપરાયેલી કારતુશો મળી આવી હતી અને એક જાતનો ભય ઊભો કરવા માટે ફાયરિંગ કરાયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હાલ તો પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે
અહેવાલ -દિનેશ મકવાણા ભરૂચ
આપણ વાંચો –યુક્રેન યુધ્ધ બાદ જૂનાગઢમાં હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો