Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મોતની સિરપ : નશીલી સિરપ કેસની તપાસ માટે SIT ની રચના

ખેડામાં નશીલી સિરપ કાંડમાં SITની રચના નડિયાદના DySPની અધ્યક્ષતામાં SIT બની SOG, નડિયાદ ગ્રામ્યના PI પણ સામેલ મહેમદાવાદના PSIનો SITમાં સમાવેશ નશીલી સિરપ પીવાથી 6 લોકોના મોત ખેડા જિલ્લામાં નશીલી સિરપ પીવાના કારણે 6ના મોત થયા બાદ રાજ્યભરમાં નશીલી સિરપને...
મોતની સિરપ   નશીલી સિરપ કેસની તપાસ માટે sit ની રચના
Advertisement

ખેડામાં નશીલી સિરપ કાંડમાં SITની રચના
નડિયાદના DySPની અધ્યક્ષતામાં SIT બની
SOG, નડિયાદ ગ્રામ્યના PI પણ સામેલ
મહેમદાવાદના PSIનો SITમાં સમાવેશ
નશીલી સિરપ પીવાથી 6 લોકોના મોત

ખેડા જિલ્લામાં નશીલી સિરપ પીવાના કારણે 6ના મોત થયા બાદ રાજ્યભરમાં નશીલી સિરપને શોધવા માટે પોલીસ ઠેર ઠેર દરોડા પાડી રહી છે. હવે પોલીસ મોતની સિરપ શોધવા માટે ધમપછાડા કરી રહી છે. ખેડાના બનાવની તપાસ માટે નડિયાદના DySPની અધ્યક્ષતામાં SIT ની રચના કરાઇ છે.

Advertisement

DySPની અધ્યક્ષતામાં SIT બનાવી

Advertisement

ખેડા પોલીસે નડિયાદના DySPની અધ્યક્ષતામાં SIT બનાવી છે જેમાં SOG અને નડિયાદ ગ્રામ્યના PI તથા મહેમદાવાદના PSIનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્પેશયલ ટીમ નશીલી સિરપનું મુળ શોધીને તેના મુખ્ય ગુનેગારો શોધવાનો પ્રયાસ કરશે.

નડિયાદ તાલુકા ભાજપની કોષાધ્યક્ષ ધરપકડ

ઉલ્લેખનિય છે કે નશીલી સિરપના વેચાણમાં રાજકિય કનેક્શન બહાર આવ્યું હતું. ખેડા જિલ્લા પોલીસે નશીલી સિરપ વેચનાર નારાયણ સોઢા ઉર્ફે કિશોરની ધરપકડ કરી છે. નારાયણ સોઢા નડિયાદ તાલુકા ભાજપનો કોષાધ્યક્ષ છે અને તેણે બિલોદરા ગામના યુવકોને નશીલી સિરપ વેચી હતી. આ જ કારણે બિલોદરાના 3 યુવકો મોતને ભેટ્યા હતા. બીજી તરફ ખેડા મોતના તાંડવ કેસમાં પોલીસ તપાસનો ધમધમાટ શુ થયો છે. પોલીસે દ્વારકામાંથી 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે તો નડિયાદમાંથી 3 લોકોની અટકાયત કરાઈ છે.

રાજ્યવ્યાપી કાર્યવાહી

ખેડામાં સિરપકાંડ બાદ પોલીસ દ્વારા રાજ્યવ્યાપી કાર્યવાહી શરુ કરાઇ છે. અમરેલીમાંથી 3 હજાર બોટલો મળી આવી છે જ્યારે મહેસાણામાં પણ કેટલાક સ્ટોરમાં બોટલે વેચાઇ રહી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
અગાઉ ધોળકામાંથી પણ બોટલો મળી આવી હતી પોલીસે અડાલજ, ઝુંડાલ અને પોર ગામમાં દરોડા પાડ્યા હતા જ્યાં અડાલજના ચેહર પાર્લરમાંથી 200 બોટલ જપ્ત કરાઇ છે જ્યારે ઝુંડાલ સર્કલના ગોકુલ પાર્લરમાંથી 60 બોટલ અને પોરમાં બે પાર્લરમાંથી 90 બોટલ સિરપ જપ્ત કરાઇ છે. પોલીસે તમામના સેમ્પલ લઈને FSLમાં મોકલી આપ્યા છે.

સુરતમાં પણ પોલીસ જાગી

ઉપરાંત સુરતમાં પણ પોલીસ જાગી ગઇ છે અને 7 મેડિકલ સ્ટોરમાંથી 1 હજાર બોટલ અને ટેબલેટ જપ્ત કરી છે. ખેડાની ઘટના બાદ PCB, SOG દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને વરાછા, કાપોદ્રા, સરથાણા
કતારગામ, અમરોલીમાં મેડિકલ સ્ટોરમાં દરોડા પાડ્યા હતા. મેડિકલ સ્ટોરના લાયસન્સ રદ કરવા માટે રિપોર્ટ કરાયા છે.

ઠેર ઠેર દરોડા

ગાંધીનગર SOGએ પણ પોર ગામમાંથી 200 બોટલ સિરપ ઝડપી લીધી છે. બનાસકાંઠાના ભીલડીમાંથી 1090 બોટલ જપ્ત કરાઇ છે. પોલીસે અંજની પાર્લરના ગોડાઉનમાં રેડ પાડી હતી. જામનગરમાં પણ સિરપ વેચાણ સામે કાર્યવાહી કરી પાનની દુકાનમાંથી શંકાસ્પદ નશાયુક્ત સિરપની 96 બોટલ જપ્ત કરી હતી.

આ પણ વાંચો----GONDAL : મામાના કોલ્ડ સ્ટોરેજમાં રહેલા 8.16 કરોડના ચણા ભાણીયાએ બારોબાર વેચી નાંખ્યા

Tags :
Advertisement

.

×