તુર્કી દેશમાં અભ્યાસ કર્યા બાદ હોટલનું મેનેજમેન્ટ કરતી વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામની એક યુવતી રજાના કારણે તેના ગુજરાતી મિત્રો સાથે ફરવા નીકળી હતી. દરમિયાન તેમની સામેથી આવતી કાર સામ સામે ધડાકાભેર ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાંગરોડીયાની યુવતી સહિત ચાર ગુજરાતીઓના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા.
વિદેશી ધરતી પર ગુજરાતીઓના મોત
વડગામ તાલુકાના ભાંગરોડીયા ગામની અંજલીબેન કનુભાઈ મકવાણા નામની 21 વર્ષીય યુવતી તુર્કીમાં બી.એસ.સી અને એમ.એલ.ટીનો અભ્યાસ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી તુર્કીની એક હોટેલનું મેનેજમેન્ટ કરવાની નોકરી કરતી હતી. જોકે આ યુવતી ગત રોજ રજાનો દિવસ હોય તેના ગુજરાતી મિત્રો સાથે કાર લઇને ફરવા નીકળ્યા હતા. દરમિયાન કિરેનિયા નજીક હાઇવે પર તેમની અને સામેથી પૂરઝડપે આવેલી કાર સામ સામે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ભાંગરોડીયાની અંજલી કનુભાઈ મકવાણા સહિત ચાર ગુજરાતીઓના ઘટનાસ્થળે સ્થળે મોત નીપજ્યા હતા. જોકે વિદેશની ધરતી પર ભાંગરોડીયા ગામની આશાસ્પદ યુવતીનું મોત થતા તેના પરિવારજનો આઘાતમાં ગરકાવ થઈ જવા પામ્યા છે અને અંજલીનો મૃતદેહ તેમાં પરિવારને વહેલી તકે મળે તેની પરિવારજનો રાહ જોઈ બેઠા છે.
મૃતકોના નામ
આ પણ વાંચો – Bigg Boss ના પ્રથમ હોસ્ટ અરશદ વારસીને કેમ કરાયા રિપ્લેસ, સલમાન ખાનને લઇને કર્યો આ ખુલાસો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ – સચિન શેખલીયા