GONDAL BIKE RALLY : સમગ્ર દેશભરમાં આજે ભારતીય જનતા પાર્ટીના 45માં સ્થાપનાદિનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગોંડલ ( GONDAL )શહેરમાં પણ 73 વિધાનસભાના યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજાની આગેવાનીમાં ભવ્ય બાઈક રેલી યોજાઈ હતી.
શહેરના રાજમાર્ગો પર બાઈક રેલી ફરી હતી
ગોંડલ ( GONDAL ) ભાજપ સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે શહેરના ત્રણ ખૂણીયા પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી બાઈક રેલીને પ્રસ્થાન અપાયું હતું. જે ગોંડલ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી શહીદ ભગતસિંહજી તેમજ કડીયા લાઇન ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પુષ્પાંજલિ અર્પણ કરી બાઈક રેલી પૂર્ણ થઈ હતી. બાઈક રેલીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.
GONDAL બાઈક રેલીમાં ભાજપના કાર્યકરો જોડાયા
ગોંડલ ભાજપ દ્વારા યોજાયેલ બાઈક રેલીમાં રાજકોટ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ મોલીયા, ગોંડલ નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા, ગોંડલ શહેર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા, નગરપાલિકા ઉપપ્રમુખના પ્રતિનિધિ જયંતીભાઈ સાટોડીયા, રાજકોટ જિલ્લા યુવા ભાજપ મંત્રી મહદિપસિંહ જાડેજા, નગરપાલિકાના સદસ્યો, શહેર ભાજપના હોદ્દેદારો તમામ મોરચાના પ્રમુખ તેમજ મહામંત્રીઓ તેમજ યુવા ભાજપ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ગોંડલ યુવા ભાજપ પ્રમુખ જીગરભાઈ સાટોડીયા તથા મહામંત્રી જેકીભાઈ પરમાર દ્વારા જહમત ઉઠાવી હતી.
અહેવાલ – વિશ્વાસ ભોજાણી
આ પણ વાંચો : MORBI : મોરબી ક્રાઈમ બ્રાંચનો સપાટો, લાખોની કિમતનો વિદેશી દારૂ કર્યો જપ્ત