અહેવાલ – વિશ્વાસ ભોજાણી
ગોંડલ સરકારી હોસ્પિટલનો ડ્રાઇવર 110 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલતી એમ્બ્યુલન્સમાં રીલ્સ બનાવવામાં મશગુલ છે. તેમની રીલ્સ સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ છે. રીલ્સ વાઈરલ થતા લોકોએ ડ્રાઇવર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરતી કોમેન્ટનો મારો કર્યો હતો. તંત્ર બેદરકાર ડ્રાઇવર સામે કેવી કાર્યવાહી કરશે તેની પર સૌની મીટ મંડાયેલી છે.
ડ્રાઇવર આપણો બહુ વિરોધ છે, એવુ બે-ત્રણ વાર બોલે છે
ગોંડલ સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સના ડ્રાઈવરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ડ્રાઇવરે એમ્બ્યુલન્સ ચલાવતા ચલાવતા રીલ્સ બનાવી હતી. આ રીલ્સ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા લોકો પોતાની રીતે અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. દર્દી સારવાર માટે ગોંડલથી રાજકોટ હોસ્પિટલ જતા હતા. એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સાઇરન ચાલુ હતું. ડ્રાઈવર રાત્રીના અંધારામાં એમ્બ્યુલન્સ 110 કિમી પ્રતિકલાકની ઝડપે ચલાવતો હતો. પુરપાટ ઝડપે ચાલતી એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર રીલ્સ બનાવવામાં વ્યસ્ત હતો. રીલ્સમાં ડ્રાઇવર આપણો બહુ વિરોધ છે. એવુ બે-ત્રણ વાર બોલે છે. એક બાજુ દર્દીની સારવાર ચાલતી હતી, જ્યારે બીજી બાજુ ડ્રાઇવર અને સાથી કર્મી મોબાઇલમાં વ્યસ્ત હતાં. આ વીડિયો વાઇરલ થતા લોકોએ બેદરકાર ડ્રાઇવર વિરૂદ્ધ ફટકાર વરસાવી હતી. કારણ કે પુરપાટ ઝડપે ચાલતી એમ્બ્યુલન્સમાં વીડિયો ઉતારવાથી અકસ્માત થવાની સંભાવના છે. એક બાજુ મોટર સાઇકલ પર મોબાઇલમાં વાત કરતા લોકો પાસેથી પોલીસ દંડ વસુલે છે. જ્યારે ચાલુ એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર રીલ્સ બનાવવામાં વ્યસ્ત છે. લોકોએ કોમેન્ટ કરીને ડ્રાઇવર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. હોસ્પિટલ અધિક્ષક શું એક્શન લેશે એ જોવાનું રહ્યું.
એમ્બ્યુલન્સ ડ્રાઇવર સામે શું કાર્યવાહી થશે ?
ભુતકાળમાં મહિલા પોલીસ કર્મીની રીલ્સ વાઇરલ થઇ હતી. ભૂતકાળમાં મહિલા પોલીસ કર્મી પોલીસ સ્ટેશનમાં રીલ્સ બનાવતા તે વાઈરલ થઇ હતી. બાદમાં પોલીસે વીડિયો વાઈરલ કરનાર મહિલા પોલીસ કર્મી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી હતી. હવે જોવાનું એ રહ્યુ કે, આ એમ્બ્યુલન્સ ડ્રાઇવર સામે કેવા પ્રકારની કાર્યવાહી થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.