અહેવાલ – વિશ્વાસ ભોજાણી
ગોંડલ પંથકમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની છ વર્ષની દીકરી સાથે પાડોશમાં રહેતા 39 વર્ષીય અપરણીત ઢગાએ બાળકીને બિસ્કીટ લઈ દેવાની લાલચ આપી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ચકચાર મચી જવા પામી છે. જેમા બી ડિવિઝન પોલીસ દ્વારા આરોપી સામે ગુનો નોંધી તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી છે. બાળકીની માતા સૂતી હતી ત્યારે પાડોશી શખ્સે બિસ્કિટ લઈ દેવાની લાલચ આપી જધન્ય કૃત્ય કર્યું.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા તુષાર બાબુભાઈ સરવૈયા નામના 39 વર્ષીય ઢગાએ તેના પાડોશમાં રેતી શ્રમિક પરિવારની છ વર્ષની દીકરી જ્યારે તેના ઘરે હતી ત્યારે તેની માતા બપોરના સમયે સુઈ રહી ત્યારે આરોપીએ છ વર્ષની બાળકીને બિસ્કીટ લઈ દેવાની લાલચ આપી તેના ઘરમાં જ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્યું હતું જ્યારે માતાની નીંદર ઉડી જતા તેને ઢગાને જધન્ય કૃત્ય કરતા જોઈ જતા દેકારો મચાવી દીધો હતો જેમાં આસપાસના લોકો દોડી આવતા આરોપી તુષાર બાબુ સરવૈયાને પકડી લીધો હતો અને બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી આરોપી તુષાર બાબુ સરવૈયાની સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા ની ફરિયાદ નોધી તેની ધરપકડ કરી છે. આ બનાવ મામલે બી ડિવિઝન પોલીસના પીઆઇ જે.પી.ગોસાઈ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો – મિત્ર હોય તો Sunil Gavaskar જેવો, મિત્રના એક જ ફોન પર પહોંચી ગયા નવસારી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ